ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને બોલીવૂડની મોસ્ટ ફિટ એન્ડ બ્યુટિફૂલ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ફેન્સને ચોંકાવી દીધા છે અને આ એક્ટ્રેસ છે સુષ્મિતા સેન. એક્ટ્રેસે હાલમાં જ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં જ તેને હાર્ટએટેક આવ્યો હતો, પરંતુ હવે એની તબિયત સારી છે. સુષ્મિતાએ ઈન્સ્ટાગ્રામ પર પિતા સાથે એક ફોટો શેયર કર્યો છે. આ ફોટો શેયર કરીને સુષ્મિતાએ જણાવ્યું હતું કે તે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે, તેની તબિયત કેટલી બગડી ગઈ હતી.
View this post on Instagram
અત્રે ઉલ્લેખનીય છે કે સુષ્મિતાને બે દિવસ પહેલાં જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી, જોકે હાલમાં તેની તબિયત સારી છે. પિતા સુબીર સેન સાથે ફોટો પોસ્ટ કરીને સુષ્મિતાએ લખ્યું હતું કે પોતાના દિલને મજબૂત અને ખુશનુમા રાખો અને એ તમારી સાથે તમારા મુશ્કેલ સમયમાં પણ અડીખમ ઊભું રહેશે. જ્યારે તમને એની સૌથી વધુ જરૂર હશે ત્યારે. આ મહાન લાઈન મારા પિતાએ મને કહી છે અને બે દિવસ પહેલાં જ મને હાર્ટ એટેલ આવ્યો હતો, એન્જિયોપ્લાસ્ટી પણ કરાવવામાં આવી હતી. હવે મારું દિલ એકદમ સુરક્ષિત છે અને સૌથી મહત્ત્વની વાત એટલે કે મારા કાર્ડિયોલોજિસ્ટે એ વાત કન્ફર્મ કરી છે કે હકીકતમાં મારું દિલ ખૂબ જ મોટું છે.
એક્ટ્રેસે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ઘણા લોકો છે જેમને હું ધન્યવાદ આપવા માંગીશ, જેમને કારણે મને સમયસર ટ્રીટમેન્ટ મળી ગઈ છે. તેમના ક્વીક એક્શનને કારણે હું સાજી થઈ શકી છું, મારી આગામી પોસ્ટમાં હું એ વિશે પણ તમને જણાવીશ. આ પોસ્ટ મેં ખાલી મારા ફેન્સ માટે કરી છે અને તેમને ગુડ ન્યુઝ આપવા માટે કે હું સાજી થઈ ગઈ છું.
અત્રે ઉલ્લેખનીય છે કે 47 વર્ષીય સુષ્મિતા સેન હંમેશા ફિટ રહેવાનું પસંદ કરે છે અને એક્ટ્રેસ હંમેશા પોતાના ફિટનેસના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. તે પોતાની પ્રોફેશનલ લાઈફને બદલે પર્સનલ લાઈફને કારણે વધુ ચર્ચામાં રહેતી હોય છે.