ભાજપના તેજસ્વી નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સ્વ.સુષ્મા સ્વરાજના પુત્રી બાંસુરી સ્વરાજે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમને દિલ્હી ભાજપમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. બાંસુરી સ્વરાજને દિલ્હી પ્રદેશ ભાજપના લીગલ સેલના સહ-સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પ્રદેશ પ્રમુખ તરીકે વીરેન્દ્ર સચદેવાની આ પ્રથમ નિમણૂક છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણેલા બાંસુરી તેની માતાની જેમ ખૂબ જ સક્રિય છે અને તેમના રાજકારણમાં પ્રવેશ અંગે ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી.
23 માર્ચે વીરેન્દ્ર સચદેવાને દિલ્હી બીજેપીના કાયમી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. બીજા જ દિવસે બાંસુરીની નિમણૂકનો પત્ર તૈયાર કરવામાં આવ્યો હતો, જે રવિવારે જારી કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ નિયુક્તિ પ્રદેશ અધ્યક્ષ દ્વારા રાષ્ટ્રીય નેતૃત્વની સલાહ પર કરવામાં આવી છે. તેમને લો સેલના કો-ઓર્ડિનેટર બનાવીને રાજકારણમાં પ્રવેશ આપવામાં આવ્યો છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે બાંસુરીની ભાજપમાં જવાબદારી વધી શકે છે. રાજ્યની નવી ટીમની જાહેરાત આવતા મહિને થાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીની પુત્રી બાંસુરીને મુખ્ય ટીમમાં સ્થાન મળી શકે છે.
भारतीय जनता पार्टी दिल्ली प्रदेश के विधि प्रकोष्ठ का प्रदेश सह-संयोजक के रूप में पार्टी की सेवा करने का अवसर प्रदान करने के लिए मैं आदरणीय PM @narendramodi जी, @AmitShah जी @JPNadda जी @blsanthosh जी @Virend_Sachdeva जी, @BJP4Delhi और @BJP4India की अत्यंत आभरी हूँ। pic.twitter.com/W4yf6CNNcG
— Bansuri Swaraj (@BansuriSwaraj) March 26, 2023
બાંસુરી સ્વરાજ પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના પુત્રી છે. તેઓ સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. સ્વરાજે 2007માં બાર કાઉન્સિલ ઓફ દિલ્હીમાં પ્રવેશ મેળવ્યો હતો અને કાનૂની વ્યવસાયમાં તેઓ 16 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમણે યુનિવર્સિટી ઓફ વોરવિકમાંથી અંગ્રેજી સાહિત્યમાં બીએ (ઓનર્સ) કર્યું છે. આ પછી તેઓ લંડનમાં કાયદાનો અભ્યાસ કરવા ગયા હતા. નોંધનીય છે કે દિવંગત સુષ્મા સ્વરાજને બીજેપીના ખૂબ જ પ્રભાવી નેતા માનવામાં આવતા હતા. સંસદમાં તેમનું ભાષણ આજે પણ સાંભળવા મળે છે. તેમણે ભાજપની નરેન્દ્ર મોદી સરકારમાં વિદેશ મંત્રીની ભૂમિકા ભજવી હતી. વિદેશ મંત્રી રહીને તેમણે ઘણા મહત્વના નિર્ણયો લીધા હતા, જેમાં તેમના ઘણા વખાણ થયા હતા. બાંસુરી પણ તેમની માતાની જેમ ખૂબ જ સક્રિય છે અને લાંબા સમયથી તેમના રાજકારણમાં પ્રવેશની અટકળો ચાલી રહી હતી. હવે તેઓ ભાજપમાં જોડાઇ જતા તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકાયું છે.