Homeઆમચી મુંબઈઆખરે મુંબઈના આ ફ્લેટને અઢી વર્ષે મળશે ભાડુઆત...

આખરે મુંબઈના આ ફ્લેટને અઢી વર્ષે મળશે ભાડુઆત…

મુંબઈ જેવા શહેરમાં સપનાંનું ઘર હોય એ દરેકની ઈચ્છા હોય છે, પણ ખૂબ જ ઓછા લોકો આ ઈચ્છા પૂરી કરી શકે છે. બાકીના લોકો ભાડાના ઘરમાં કે પાઘડીના ઘરમાં જીવન વિતાવી નાખે છે. અહીં જે ફ્લેટની વાત થઈ રહી છે એ ફ્લેટ હતો એક્ટર સુશાંત સિંહનો. સુશાંત સિંહના મૃત્યુ બાદ અઢી વરસ સુધી આ ફ્લેટમાં રહેવા કોઈ ભાડુઆત તૈયાર નહોતો, પણ હવે આખરે આ ફ્લેટની એકલતા દૂર થશે અને તેને ટૂંક સમયમાં જ ભાડુઆત મળશે, એવા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. સુશાંત બાંદ્રાની એક સોસાયટીમાં દર મહિનાનું સાડાચાર લાખ રુપિયાનું ભાડું આપીને રહેતો હતો. ડુપ્લેક્સ ફ્લેટમાં ચાર બેડરુમ છે અને ફ્લેટ સી-ફેસિંગ છે. આ ફ્લેટનો માલિક વિદેશમાં રહે છે, પણ સુશાંતના મૃત્યુ અને ત્યાર બાદ થયેલાં વિવાદોને ધ્યાનમાં લઈને તેણે હવે આ ફ્લેટ કોઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વ્યક્તિને નહીં આપવાનો નિર્ણય લીધો હતો. આમ તો આ ફ્લેટનું મહિનાનું ભાડુ પાંચ લાખ રુપિયા છે. અઢી વર્ષના લાંબા ઈંતેજાર બાદ હવે આ ફ્લેટને ટૂંક સમયમાં ભાડુઆત મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular