ભારતના બેટસમેન સૂર્યકુમાર યાદવને આઈસીસી મેન્સ ટવેન્ટી-20 ક્રિકેટર ઓફ ધ યર 2022 પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યો છે. સૂર્યા કુમાર યાદવ સિવાય ઈંગ્લેન્ડના સુપરફાસ્ટ બોલર સેમ કરન, ઝિમ્બાબ્વેના ઓફ સ્પિન ઓલરાઉન્ડર સિકંદર રજા અને પાકિસ્તાનના વિકેટકીપર મહોમ્મદ રિઝવાનને પણ નામાંકિત કરવામાં આવ્યો છે.
સૂર્યકુમાર યાદવે 2022માં ટવેન્ટી-20 કિક્રેટમાં નોંધપાત્ર પ્રર્દશન કર્યું હતું. સૂર્યકુમાર યાદવ 360 ડિગ્રી સ્ટ્રોકપ્લેની સાથે ટવેન્ટી-ટવેન્ટીની મેચમાં એક વર્ષમાં 1,000થી વધુ રન બનાવનાર દુનિયાનો બીજા નંબરનો બેટસમેન છે. યાદવે 46.56 સરેરાશ રનરેટથી 187.3 જબરદસ્ત સ્ટ્રાઈક રેટથી 1,164 રન બનાવીને સૌથી વધુ રન બનાવ્યા હતા. 2022માં તેને સૌથી વદુ 68 છગ્ગા માર્યા હતા, જ્યારે આખા વર્ષ દરમિયાન બે સદી, નવ અડધી સદી ફટકારી હતી. વાસ્તવમાં ટવેન્ટી-20નો નંબર વન બેટસમેન સૂર્યકુમાર યાદવ છે. ખરેખર ટવેન્ટી-ટવેન્ટીમાં તેને નામે નોંધપાત્ર વિક્રમ છે. ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન નોંધાવવાની સાથે સાથે દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ સામે પણ અડધી સદી ફટકારી હતી.