SKYના નિશાને બાબર આઝમ! છીનવી શકે છે નંબર વન બેટ્સમેનનો ખિતાબ

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન અને બેટ્સમેન બાબર આઝમે ટી-20 ઈન્ટરનેશનલ રેંકિગ (T20I Batting Rankings) માં પહેલું સ્થાન જાળવી રહ્યું છે, પરંતુ હવે તેનું આ સ્થાન એક ભારતીય ક્રિકેટરને કારણે જોખમમાં મૂકાયું છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) તેનું આ પહેલું સ્થાન છીનવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

બાબર આઝમ 818 પોઈન્ટ્સ સાથે ટી-20 ઈન્ટરનેશનલ રેંકિંગમાં ટોપ બેટ્સમેન બનેલો છે અને બીજા સ્થાને તેનો જ સાથી ખેલાડી મોહમ્મદ રિઝવાન (796 પોઈન્ટ્સ) છે. ત્રીજા સ્થાને સૂર્યકુમાર યાદવ (792 પોઈન્ટ્સ) છે. બાબર અને સૂર્યકુમાર યાદવ વચ્ચે ફક્ત 24 અંકનો તફાવત છે. સૂર્યકુમાર બેથી ત્રણ મેચમાં સારું પ્રદર્શન કરશે તો તે બાબરનું સ્થાન લઈ શકે તેવી શક્યતા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.