નવી દિલ્હીઃ આઈસીસી (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના વાર્ષિક એવોર્ડસમાં બુધવારે ટવેન્ટી-20ના ક્રિકેટર ઓફ ધ યર સૂર્યકુમાર યાદવને જાહેર કરવામાં આવ્યો છે. ગયા વર્ષે યાદવે ટવેન્ટી-20ની ફોર્મેટમાં ધૂમ મચાવી હતી. સૂર્યકુમાર યાદવે આ રેસમાં ઈંગ્લેન્ડના સેમ કરેન, ઝીમ્બાબ્વેના સિકંદર રજા અને પાકિસ્તાનના મહોમ્મદ રિઝવાનને પાછળ મૂકી દીધા હતા. સૂર્યકુમાર યાદવે ટવેન્ટી-ટવેન્ટી ફોર્મેટમાં નંબર વન ખેલાડીનું સ્થાન મેળવ્યું છે અને એની સાથે તેને ક્રિકેટર ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ગયા વર્ષે સૂર્યકુમાર યાદવ 31 મેચમાં 1,164 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ કેલેન્ડર વર્ષમાં ટવેન્ટી-ટવેન્ટી ક્રિકેટમાં 1,000થી વધુ રન બનાવનાર ટીમ ઈન્ડિયાનો પહેલો બેટ્સમેનનું સન્માન પ્રાપ્ત કર્યું હતું. સૂર્યકુમાર યાદવે વીતેલા વર્ષે 68 છગ્ગા માર્યા હતા, જે સમગ્ર વર્ષમાં સૌથી વધારે હતા. એટલું જ નહીં, સૂર્યકુમાર યાદવની ધમાકેદાર બેટિંગને કારણે ટીમ ઈન્ડિયા અનેક મેચ જીતી પણ ગઈ હતી. સૂર્ય કુમાર યાદવનો ઈન્ટરનેશનલ ટવેન્ટી-20 મેચમાં 45 મેચમાં 43 ઈનિંગમાં 1,578 રન કર્યા છે, જેમાં ત્રણ સદીનો સમાવેશ થાય છે. તાજેતરમાં ટવેન્ટી-ટવેન્ટી ટીમ ઓફ ધ યરની જાહેરાત કવરામાં આવી હતી, જેમાં ભારતના ત્રણ ખેલાડીમાં સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાને સ્થાન મળ્યું હતું.
વન-ડેમાં Number 1 બોલર મહોમ્મદ સીરાજ
ભારતે ન્યૂઝીલેન્ડને વનડે સિરીઝમાં ક્લિન સ્વીપ કર્યા પછી વનડે મેચમાં ટીમ ઈન્ડિયા નંબર વનનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે આઈસીસીએ નંબર વન બોલરની જાહેરાતમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટર બોલર મહોમ્મદ સીરાજ પહેલા ક્રમે રહ્યો છે. 729 પોઈન્ટ સાથે સીરાજ પહેલા નંબરે રહ્યો છે, જ્યારે 727 પોઈન્ટ સાથે હેજલવૂડ બીજા નંબરે છે. 28 વર્ષીય મહોમ્મદ સીરાજ નંબર વન બોલર બની ગયો છે. સીરાજે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ અને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટર હેજલવૂડને પણ પાછળ રાખ્યા છે. પંદરમી જાન્યુઆરી, 2019થી ઓસ્ટ્રેલિયા સામેની વનડે મેચમાં સીરાજે ડૂબ્યું કર્યું હતું. પહેલી મેચમાં વિકેટ મળી નહોતી, પરંતુ ત્રણ વર્ષ સુધી તેને રમવાની પણ તક મળી નહોતી. સીરાજે કારર્કિદીની બીજી વનડે ત્રણ વર્ષ પછી છ ફેબ્રુઆરી, 2022માં રમ્યો હતો, ત્યારબાદ તેને પાછું વળીને જોયું નથી. 21 વનડે 38 વિકેટ ઝડપી છે, જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણમાંથી બે વનડે મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. શ્રીલંકા સામેની ત્રણ વનડેમાં નવ વિકેટ ઝડપીને તો વિક્રમ બનાવ્યો છે.