જુલાઈ મહિનો આ રાશિના જાતકો માટે લાવશે GOOD NEWS!

સ્પેશિયલ ફિચર્સ

Mumbai: સૂર્યદેવનું આદ્રા નક્ષત્રમાં 22 જૂનના દિવસે પરિવર્તન થયું હોવાથી છ જુલાઈ સુધીમાં ત્રણ રાશિ પર આ પરિવર્તનની સકારાત્મક અસર થશે.
આ પહેલા 15 જૂને સૂર્યએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો હતો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય જ્યારે આર્દ્રા નક્ષત્રમાં હોય છે તે શુભ ફળ આપે છે. આ સમયે મહાદેવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી દરેક મનોકામના પુરી થાય છે.

આર્દ્રા નક્ષત્રમાં સૂર્ય મિથુન રાશિના લોકોને લાભ આપશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. નોકરીમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. જોબ શોધનારા લોકોને પણ સારી જગ્યાએ નોકરી મળી શકે છે. નવા કાર્યની શરૂઆત કરવા માટે સારો સમય છે. સમસ્યામાંથી છુટકારો મળશે.

કન્યા રાશિના જાતકો માટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન લાભદાયક રહેશે. જુલાઈના પહેલા સપ્તાહમાં સારા સમાચાર મળી શકે છે. નોકરી-ધંધામાં સફળતા મળશે. સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન સાકાર થશે. નજીકના વ્યક્તિ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. કોઈ મહત્વપૂર્ણ કામ પાર પાડી શકશો.

સૂર્યનું નક્ષત્ર પરિવર્તન સિંહ રાશિના લોકો માટે ખુશીઓ લાવશે. અટકેલા કામ હવે ઝડપી બનશે. તમને ધન અને પ્રતિષ્ઠા મળશે. ભાગ્ય સૂર્યની જેમ ચમકશે. નવું વાહન ખરીદવા માટે સારો સમય છે. રોકાણમાં પણ ફાયદો થશે.

1 thought on “જુલાઈ મહિનો આ રાશિના જાતકો માટે લાવશે GOOD NEWS!

Rajendra Shah ને પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.