Homeટોપ ન્યૂઝરાજકોટમાં સૂર્ય કુમાર યાદવની 'બોલબાલા': જીત બાદ ભવ્ય સ્વાગત

રાજકોટમાં સૂર્ય કુમાર યાદવની ‘બોલબાલા’: જીત બાદ ભવ્ય સ્વાગત

કેક કાપીને કર્યું ‘સેલિબ્રેશન’

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી અને છેલ્લી ટવેન્ટી-ટવેન્ટી મેચ શનિવારે રાજકોટમાં રમાઈ હતી, જેમાં પહેલી બેટિંગમાં ટીમ ઈન્ડિયાએ ૨૨૭ રન ફટકારીને શ્રીલંકાને જીતવા માટે પડકારજનક ટાર્ગેટ આપ્યો હતો. જોકે પહેલેથી 200થી વધુ રન ફટકારીને ટીમ ઈન્ડિયા સિરીઝ જીવતા પ્રભુત્વ જમાવ્યું હતું અને શ્રીલંકા બેટિંગમાં આવ્યા પછી શાનદાર બોલિંડ અને ફિલ્ડિંગને કારણે લંકાને 137 રનના સામાન્ય સ્કોરે પેવેલિયન ભેગું કરતા ભારતે સિરીઝ પર ૨-૧ કબજો મેળવ્યો હતો, જેમાં જીતનો કળશ સ્ટાર બેટસમેન સુર્ય કુમાર યાદવ પર ઢોળાયો હતો.
જીત પછી ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ યાદવના ભરપુર વખાણ કર્યા હતા. પંડ્યાએ કહ્યું હતું કે લંકા સામેની મેચ ફક્ત જાણે સૂર્ય કુમાર યાદવ સામે એવું લાગ્યું હતું, તેથી આખી મેચ અમારા માટે સરળ લાગી હતી. વાસ્તવમાં અમારા માટે સૂર્ય કુમાર યાદવનું વિશેષ મહત્ત્વ છે.

એટલું જ નહીં, ભારતના ભવ્ય વિજય પછી રાજકોટમાં યાદવનાં નામે પબ્લિકએ જોરદાર નારા લગાવ્યા હતા અને ટીમ ઇન્ડિયનું ભવ્ય સ્વાગત કરીને કેક કાપવામાં આવી હતી.
રાજકોટમાં રમાયેલી મેચમાં ૧૨૦ બોલમાં ૧૨૮ રન ખડકીને ભારતે પહેલેથી ટેન્શનમાં લાવી દીધું હતું, જેમાં મેચના અંતે લંકા ૧૩૭ રનના સ્કોરએ આઉટ થતા ભારતનો 91 રનથી શાનદાર વિજય થયો હતો અને એના મુખ્ય હીરો સૂર્ય કુમાર યાદવ હતો.રાજકોટની સયાજી હોટેલ ખાતે પરત ફરેલી ટીમનું ગરબાના તાલે ઝૂમી ખેલયાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. હોટેલમાં પ્રવેશીને યાદવે બે કેક કાપી હતી અને એ હોટેલના સ્ટાફ સાથે team ઇન્ડિયાના ખેલડીઓએ પણ સુર્ય કુમાર યાદવનાં નારા લગાવ્યા હતા.

Twenty-20 મેચમાં શાનદાર સદી ફટકારનાર યાદવે ફક્ત બાવન બોલમાં નવ છગ્ગા અને સાત ચોગ્ગાની ૧૧૨ રન બનાવ્યા હતા. ૧૧૨ રનમાં સૂર્ય કુમાર યાદવે ફક્ત ચોગ્ગા અને છગ્ગાથી ૯૬ રન માર્યા હતા. આ મેચમાં Man of the Match સૂર્ય કુમાર યાદવને જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે ત્રણ મેચની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ અક્ષર પટેલને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.
આ પાંચ ખેલાડી છવાઈ ગયા…
હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળ શ્રીલંકા સામે રમાયેલી ટવેન્ટી-ટવેન્ટી મેચમાં આ પાંચ ખેલાડી ખાસ કરીને છવાઈ ગયા હતા, જેમાં હાર્દિક પંડ્યા ભલે પાંચમા ક્રમે રહ્યો હતો, જેમાં ત્રણ વિકેટ સાથે 45 રન બનાવ્યા હતા, જ્યારે પહેલા ક્રમે અક્ષર પટેલનું નામ છે. ત્રણ મેચમાં 117 રન સાથે ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે સૂર્ય કુમાર યાદવે 170 રન બનાવ્યા છે. ઉપરાંત, ત્રીજા નંબરે ઉમરના મલિક (ત્રણ મેચમાં સાત વિકેટ ઝડપી) તથા ચોથા નંબરે શિવમ માવીએ ચાર વિકેટ ઝડપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular