South Star સુર્યા પહેલા માધવનને ઓફર કરવામાં આવી હતી ‘ગજની’ની ઓરિજનલ ફિલ્મ, પરંતુ…

ફિલ્મી ફંડા

Mumbai: બોલીવૂડ અને સાઉથ સ્ટાર આર. માધવને તાજેતરમાં સાઉથ એક્ટર સુર્યા સાથે લાઈવ સેશન કર્યું હતું. દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે સુર્યા પહેલા તેને ફિલ્મ ‘ગજની’ ઓફર કરવામાં આવી હતી, પરંતુ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ ન આવવાને કારણે તેણે ફિલ્મ રિજેક્ટ કરી દીધી હતી. આ સાથે માધવને સૂર્યાના વખાણ પણ કર્યા હતા.
માધવને સુર્યાને જણાવ્યું હતું કે “મને ‘ગજની’ ફિલ્મ ઑફર કરવામાં આવી હતી. મને તેની વાર્તા પસંદ નહોતી આવી, તેથી મેં મુરુગાદોસ સરને કહ્યું કે હું આ ફિલ્મના બીજા ભાગથી ખુશ નથી અને પછી આ ફિલ્મ આવી અને ત્યારે મને લાગ્યું કે આ ફિલ્મ યોગ્ય વ્યક્તિના હાથમાં ગઈ છે. ‘ગજની’ હિટ થઈ અને તેના વિશે ઘણી ચર્ચા થઈ.”
માધવને આગળ કહ્યું, ” મેં એ પણ જોયું કે તમે તેના માટે કેટલી મહેનત કરી છે. તે સિક્સ પેક, પછી મેં વિચાર્યું કે જો હું તમારી જગ્યાએ હોત, તો શું હું આ કરી શક્યો હોત કે નહીં.”
વર્ષ ૨૦૦૫માં સાઉથ ડિરેકટર મુરુગાદોસે ‘ગજની’ બનાવી હતી. 2008માં આમિર ખાને આ તમિલ ફિલ્મની હિંદી રિમેકમાં કામ કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મમાં આમિર ખાને એક બિઝનેસમેનનું પાત્ર ભજવ્યું હતું જે શોર્ટ ટર્મ મેમરી લોસથી પીડિત છે અને ૧૫ મિનિટથી વધુ કંઈપણ યાદ રાખી શકતો નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.