ચોટીલા હાઈવે પર ફરી એક વાર રક્તરંજિત બન્યો છે. જુનાગઢ શિવરાત્રીના મેળામાંથી પરત ફરી રહેલી પિકઅપ વાન રોડની નીચે વહેણમાં ઉતરી જતા બે લોકોના મોત નિપજ્યા છે અને 9 મુસાફરોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ પિકઅપ વાન મુસાફરોને લઇ અમદાવાદ તરફ લઈને જઈ રહી હતી. તમામ મુસાફરો શિવરાત્રીના મેળા માટે જુનાગાઢ ગયા હતા. સુરેન્દ્રનગર નગરના સાયલા પાસે ડ્રાઈવરે કોઈ કારણોસર કાબુ ગુમાવતા વાન રોડની સાઈડમાં પાણીના વહેણમાં ઉતરી હતી હતી. અકસ્માતમાં બે મુસાફરોના મોત નીપજ્યા છે, જ્યારે 9 જેટલા લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલેન્સ મારફત રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. આ ઘટનાના પગલે ચોટીલા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
સુરેન્દ્રનગર: શિવરાત્રિના મેળામાંથી પરત ફરી રહેલી પીકઅપ વાનને અકસ્માત નડ્યો, બેના મોત
RELATED ARTICLES