ભારે પવન ફૂંકવાની આગાહીને પગલે સુરતના ડુમસ અને સુવાલી બીચ બંધ કરાયા

આપણું ગુજરાત

હવામાન વિભાગે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે દયાકાંઠાના વિસ્તારમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેને કારણે દરિયામાં ઊંચા મોજા સાથે દરિયો તોફાની બની શકે છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને તંત્રએ સુરતના ફેમસ ડુમસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ રાખવાનો નિણર્ય લીધો છે. નવો હુકમ ન થાય ત્યાં સુધી આ બંને બીચ બંધ રહેશે.
શનિ-રવિની રજા અને વરસાદી માહોલ હોવાથી મોટી સંખ્યામાં લોકો પરિવાર અને મિત્રો સાથે ડુમસ અને સુવાલી બીચ પર ફરવા જતા હોય છે. ખરાબ હવામાનને કારણે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે પોલીસ વિભાગ દ્વારા આ નિણર્ય લેવામાં આવ્યો છે. લોકોને દરિયાથી દુર રાખવા ખરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
દરિયમાં ઉંચા મોજા ઉછળવાની શક્યતાનાને કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તંત્રએ સ્થાનિકોને દરિયાથી દુર રહેવા સુચના આપી છે.
નોંધનીય છે કે ગત રવિવારના દિવસે પોરબંદરના દરીમાં ડૂબી જતા નેવીના એક જવાનનું મોત નિપજ્યું હતું. રવિવારે સાંજે 6 જેટલા જવાનો પોરબંદરના વિસાવાડા દરિયા કાંઠે ફરવા ગયા હતા. મૂળ રાજસ્થાનનો જયપ્રકાશ નામનો જવાન ઉભો થઇ અને દરિયાકિનારે આવેલ ભેખડ પર ગયો હતો ત્યારે અચાનક દરિયાનું ઊંચું મોજું આવતા જવાન પાણીમાં તણાઈ ગયો હતો. સુરક્ષા એજન્સી દ્વારા હેલિકોપ્ટર દ્વારા શોધખોળ કરાઈ હતી. આ જવાનનો મૃતદેહ મળી આવતા શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.