Homeઆમચી મુંબઈસુરતમાં નેતાજીનો ઠાઠ, વીનુ મોરડિયા ઘોડેસવારી કરી ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા

સુરતમાં નેતાજીનો ઠાઠ, વીનુ મોરડિયા ઘોડેસવારી કરી ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા

ચૂંટણી વખતે નેતાઓ લોકોના મત આકર્ષવા માટે અવનવા પ્રયત્નો કરતા હોય છે. ત્યારે હાલ ચૂંટણી માટે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચી રહ્યા છે. ત્યારે સુરતમાં રાજ્ય સરકારના શહેરી વિકાસપ્રધાન વિનુ મોરડિયાના રજવાડી ઠાઠની ચર્ચા થઈ રહી છે. કતારગામથી ભાજપના ઉમેદવાર જાહેર થયેલા વિનુ મોરડિયા ઘોડેસવારી કરીને સમર્થકો સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતા. વર્ષોથી તેઓ ઘોડેસવારીને ઉમેદવારી ફોર્મ ભરવા જાય છે.
વિનુ મોરડિયા નિવાસસ્થાનેથી નીકળી પહેલા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયા હતા. ઉમેદવારીપત્ર ભરવા માટે તેઓ ઘોડા પર મંદિરે પહોંચ્યા, ત્યાર બાદ ચૂંટણી અધિકારીઓ પાસે જવા રવાના થયા હતા. વિનુ મોરડિયાને મોઘી ગાડીઓ અને ઘોડેસવારીનો જબરો શોખ છે. તેમની પાસે પોતાનો ઘોડો પણ છે. ઓ આ ઘોડાની જાતે કાળજી રાખે છે. તેઓ સમયાંતરે શહેરમાં ઘોડેસવારી કરીને લોકોનું ધ્યાન ખેંચતા હોય છે.
કતારગામ મતવિસ્તારમાં વિનુ મોરડિયા લોકપ્રિય નેતા છે. દર ચૂંટણી વખતે ઉમેદવારીફોર્મ ભરવા જાય ત્યારે ઘોડા ઉપર જ જાય છે. તેઓ કોર્પોરેશનની ચૂંટણી લડતા એ વખતે પણ તેઓ ઘોડેસવારી કરી જતા. વિનુભાઈ પણ ઘરેથી તિલક લગાવી જાણે કોઈ જંગ જીતવા જતા હોય એ પ્રમાણે ઘોડા ઉપર બેસીને પોતાના સમર્થકોનું અભિવાદન ઝીલે છે.

RELATED ARTICLES

Most Popular