સુરતમાં બનેલા ત્રીપલ મર્ડર કેસમાં સુરત પોલીસે ભારે ઝડપ બતાવી છે અને માત્ર નવ દિવસમાં અમરોલી પોલીસ સ્ટેશનને ચાર્જશીટ પણ ફાઇલ કરી દીધી છે. સૂત્રોના કહેવા પ્રમાણે ૬૦૦ પેજની આ ચાજૅસીટમાં ૧૦૦ જણા નેસાક્ષી બનાવવામાં આવ્યા છે જેમાં ડોક્ટર ,પડોશી વગેરેનો સમાવેશ થાય છે. ગત ૨૫ ડિસેમ્બર ના રોજ સુરત ખાતે એમ્બ્રોઇડરી યુનિટમાં કામ કરતા એક સગીર અને પુખ્ત વયના મજૂરે યુનિટના માલિક ક્લ્પેશ ઢોલકીયા તેમના પિતા અને તેમના મામાની હત્યા કરી નાખી હતી.આ ઘટના ના થોડા જ કલાકોમાં આરોપીઓ ઝડપાઈ ગયા હતા. તેમણે પૂછપરછ દરમ્યાન જણાવ્યું હતું કે અલ્પેશે તેમને કામ પરથી કાઢી મૂક્યા હતા. બીજા દિવસે તેઓ પોતાના પંદર દિવસનો પગાર લેવા ગયા ત્યારે તેમણે ના પાડી અને ખૂબ ઉગ્ર દલીલો થઈ જેમાં આવેશમાં આવીને તેમણે ચાકુથી ત્રણેયને મિનિટોમાં મારી નાખ્યા હતા. આ ઘટનાએ સુરત વેપારી આલમમાં ભારે રોષ જગાવ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ એસઆઇટીની રચના કરી હતી. એસઆઈટીએ રિપોર્ટ નવ દિવસમાં સુપ્રત કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે
સુરત ત્રીપલ મર્ડર કેસ: સુરત પોલીસે નવ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી
RELATED ARTICLES