સુરતના પાલનપુર વિસ્તારમાં રહેતી ફિઝિયોથેરાપિસ્ટ મહિલાની હનુમાન ટેકરી પાસે આવેલી તાપી નદીમાંથી લાશ મળી આવી હતી. આ ઘટનાએ ચકચાર સાથે દુઃખની લાગણી ફેલાવી છે. મહિલાએ આવું પગલું શા માટે ભર્યું તે અંગે કોઈ માહિતી મળી નથી. યુવતીએ તાપીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. હજુ તો 27 દિવસ પહેલાં જ યુવતીનાં લગ્ન થયાં છે.
આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર સુરતના પાલનપુર પાટિયા સ્થિત શ્રી રંગ સોસાયટીમાં રહેતી 25 વર્ષીય હેમાંગી પટેલ ફિઝિયોથેરાપિસ્ટ હતી. 27 દિવસ પહેલાં જ ઓનલાઇનના બિઝનેસ સાથે સંકળાયેલા ડેરિક સાથે તેનાં લગ્ન થયાં હતાં. મંગળવારે ઘરેથી કામ પર જવાનું કહી નીકળેલી હેમાંગી ક્લિનિક પર પહોંચી ન હતી. ક્લિનક પરના સ્ટાફે પહેલા હેમાંગીને ફોન કર્યા હતા. તેમની સાથે સંપર્ક ન થતાં હેમાંગીના પતિ ડેરિકને ફોન આવ્યો હતો અને તેઓ આશ્ચર્યમા મૂકાયા હતા. તેમણે પણ હેમાંગીને ફોન કર્યા હતા.
તે બાદ હેમાંગીના માતા-પિતા સહિત તમામે તેનો સંપર્ક સાધવાની કોશિશ કરી હતી. તે બાદ તેના ફોનના છેલ્લા લોકેશનના આધારે તેની ભાળ મળી હતી. હેમાંગીનું છેલ્લુ લોકેશન તાપી નદી પાસેનું હતું. તેમણે તાપીમાં છલાંગ લગાવી જીવ દઈ દીધો હોવાનું બહાર આવતા પરિવાર ભાંગી પડ્યો હતો. આ અંગેના કારણો અંગે હાલમા કોઈ સ્પષ્ટતા નથી. સિંગણપોર પોલીસે હેમાંગીનો ફોન કબજે કર્યો છે. નવી પરિણેલી આટલી શિક્ષિત મહિલાના આવા પગલાંથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.
નવ પરિણિત ફિઝિયોથેરેપિસ્ટે શા માટે કરી આત્મહત્યા?
RELATED ARTICLES