સુરત: માતાએ ૩ વર્ષના પુત્રની હત્યા કરી આપઘાત કર્યો, પોલીસે વધુ તપાસ હાથ ધરી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Surat: સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં(Vedroad) કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. વેડરોડ વિસ્તારમાં આવેલા પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં(Darshan apartment) માતા અને ત્રણ વર્ષના પુત્રના મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં મળતી માહિતી મુજબ માતાએ જ દીકરાની હત્યા કર્યા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની આશંકા છે.
મળતી માહિતી મુજબ રાકેશ ઝાંઝમેરાના લગ્ન 11 વર્ષ પહેલા યોગીતા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન યોગીતાને બે બાળકો હતા. પરિવાર શહેરના વેડરોડ વિસ્તારમાં અખંડ આનંદ કોલેજ પાસે આવેલી શિવ છાયા સોસાયટીના પ્રમુખ એપાર્ટમેન્ટમાં રહેતું હતું. છેલ્લા લાંબા સમયથી પતિ પત્ની વચ્ચે ઘરને લઈને લાંબા સમયથી ઘરઘંકાસ ચાલતો હતો.
મૃતક મહિલાના ભાઈ આજે સવારે બહેનના ઘરે પહોંચ્યા હતા. તેમણે વારંવાર દરવાજો ખખડાવવા છતાં કોઈએ દરવાજો ન ખોલતા ભાઈને શંકા જતા ભાઈએ ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો. ઘરમાં પ્રવેશતા બહેન અને ભાણિયાના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. જેની જાણ પડોશીઓને થતા લોકો દોડી આવ્યા હતા. ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાને દોડી આવી પુત્ર અને માતાનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી માતા ઉપર દીકરાની હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
સ્થાનિકોએ આપેલી માહિતી મુજબ ઘર કંકાસને લઈને પરિણીતાએ આ પગલું ભર્યું હવું જોઈએ. આ ઘટનાને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.