Homeઆપણું ગુજરાતસુરતમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: કંચન જરીવાલાએ ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું, આપે કહ્યું- BJPએ...

સુરતમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: કંચન જરીવાલાએ ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું, આપે કહ્યું- BJPએ દબાણ કર્યું

ગુજરાતની ચૂંટણીનો જંગ ખૂબ જ રસપ્રદ બની રહ્યો છે. ત્યારે સુરત પૂર્વ બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. આમ આદમી પાર્ટીએ સુરત પૂર્વ બેઠક પર જાહેર કરેલા ઉમેદવાર કંચન જરીવાલાએ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું છે. ઇસુદાન ગઢવીએ ભાજપ પર AAP ઉમેદવાર કંચન જરીવાલાનું અપહરણ કર્યાના આરોપ લગાવ્યા હતા.
કંચન જરીવાલાએ પોતાની ઉમેદવારી રાજીખુશીથી પરત ખેંચી હોવાનું કહ્યું હતું. આજે કંચન જરીવાલા ફોર્મ પરત ખેંચવા માટે બહુમાળી ભવન પહોંચ્યા હતા ત્યારે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. ચૂંટણી અધિકારીની સાથે ચર્ચા કરી ફોર્મ પરત ખેંચ્યું હતું. તેમણે જણાવ્યું કે મારા પર કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી અને રાજીખુશીથી ફોર્મ પરત ખેચ્યું છે.

“>

ઈસુદાન દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે, ભાજપ AAPથી એટલી ડરી ગઈ છે કે તે ગુંડાગીરી પર ઉતરી આવી છે. ભાજપવાળા થોડા દિવસોથી સુરત પૂર્વથી ચૂંટણી લડી રહેલા કંચન જરીવાલાની પાછળ પડ્યા છે. માનવામાં આવે છે કે ભાજપના ગુંડાઓએ તેમને ઉઠાવી લીધા છે. તેમનો પરિવાર પણ ગાયબ છે. ભાજપ હજુ કેટલી નીચલી કક્ષાએ જશે?

“>

 

આ અંગે ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ગઈકાલ બપોરથી જ કંચન જરીવાલાને કિડનેપ કરી લીધા હતા. સંપર્ક વિહોણા થઈ ગયા હતા. અમે આખી રાત શોધખોળ કરી હતી પણ કોઈ સંપર્ક થયો ન હતો. ફરિયાદ કરવા આવ્યા ત્યારે ખબર પડી કે 100 જેટલા ભાજપના ગુંડાઓએ ઘેરી લીધા અને ફોર્મ પરત ખેંચાવ્યું છે.
ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સુરત-પૂર્વમાંથી કોંગ્રેસે અસલમ સાયકલવાલાને અને ભાજપે વર્તમાન ધારાસભ્ય અરવિંદ રાણાને ટિકિટ આપી છે. કંચન જરીવાલાને 10થી 15 હજાર મત મળે તો પણ ભાજપ માટે આ બેઠક જીતવી મુશ્કેલ બની શકે.

RELATED ARTICLES

Most Popular