Homeઆપણું ગુજરાતવડોદરા-મુંબઈ વચ્ચે ટ્રાવેલ કરતા પ્રવાસીઓને રાહત આપશે સુરત-કડોદરા-બારડોલીને જોડતો અંડરપાસ

વડોદરા-મુંબઈ વચ્ચે ટ્રાવેલ કરતા પ્રવાસીઓને રાહત આપશે સુરત-કડોદરા-બારડોલીને જોડતો અંડરપાસ

વડોદરા-મુંબઈ વચ્ચે ટ્રાવેલ કરતા પ્રવાસીઓને રાહત આપશે સુરત-કડોદરા-બારડોલીને જોડતો અંડરપાસ
સુરત-કડોદરા-બારડોલીને જોડતા નેશનલ હાઇવે-છ પર કુલ રૂ. ૯૮.૬૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ અંડરપાસનનું લોકાર્પણ આજે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના હાથ થયું હતું. આ ઉપરાંત આ વિસ્તારના લગભગ રૂ. 700 કરોડના કામના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ અન્ડરપાસને કારણે વડોદરાથી નવસારી તરફ જતાં આવતાં મુસાફરોને રાહત રહેશે. કડોદરા ચોકડી પાસે વડોદરાથી મુંબઈ તરફ જતાં આવતા લોકોને પણ ઘણી વખત ટ્રાફિકની સમસ્યાને કારણે હાલાકીનો ભોગ બનવું પડતું હતું.
આ અંડર પાસના નિર્માણથી વડોદરા મુંબઈ હાઈવે પર સુરત થઈને જતાં લોકોને ટ્રાફિકમાંથી છૂટકારો મળશે. આ અંડર પાસના નિર્માણથી સુરત બારડોલી વચ્ચે પરિવહનના માધ્યમથી જોડાયેલા ૨૫ લાખ લોકોને ફાયદો થશે અને સમયનો વ્યય નહીં થાય તેમ જ ઈંધણની બચત થશે તેમ માનવામાં આવે છે.
આ અંડર પાસ 935 મીટર લાંબો, 23 મીટર પહોળો, 6 લેન સાથેનો રહેશે. ચોમાસામાં પાણીનો નિકાલ માટે 6 પંપની, અંડર પાસની બન્ને બાજુએ સ્ટ્રક્ચર સ્ટેબીલીટી માટે આડા સ્પાનની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી સ્ટ્રક્ચરને નુકશાન નહિ થાય તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -