ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન પૂર્ણ થયા બાદ તમામ પક્ષો વધુને વધુ સીટ મેળવવાના દાવા કરી રહ્યા છે. ત્યારે સુરતની વરાછા બેઠક પર AAPના સમર્થકો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. AAP સમર્થકો 8 તારીખે મફત કાર-બાઇક સર્વિસિંગ, ડેન્ટલ ચેકપ અને શેવિંગ-હેર કટિંગ કરી આપવાની જાહેરાત કરી રહ્યા છે.
પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થયું હોવા છતાં, ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પોતપોતાની જીતનો દાવો કર્યો છે. સુરતની વરાછા બેઠક પર AAP કાર્યકર્તાઓ અલ્પેશ કથીરિયાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. 8મી તારીખે ચૂંટણી પરિણામના દિવસે AAPના સમર્થકોએ મફત સર્વિસ આપવાની જાહેરાત કરી રહ્યા છે.
કથીરિયાના સમર્થક ભૂતપૂર્વ PAAS કન્વીનર સલૂન માલિકે જાહેર કર્યું છે કે તેમના સલૂનમાં 8 ડિસેમ્બરના રોજ અલ્પેશ કથીરિયાની જીતની ઉજવણીના ભાગ રૂપે AAP સમર્થકો માટે મફત શેવિંગ કરવામાં આવશે. અન્ય એક ઓટોમોબાઈલ સર્વિસ સેન્ટરે જો કથીરિયા જીતે તો કાર-બાઈક મફતમાં સર્વિસ કરી આપવાની જાહેરાત કરી છે. તો એક ડેન્ટિસ્ટે એક મહિના માટે મફત દાંતની તપાસ અને અડધી કિંમતે સારવારની જાહેરાત કરી છે.
સુરત: જો કથીરિયા જીતે તો વરાછામાં મફતમાં શેવિંગ, કાર સર્વિસ અને ડેન્ટલ ચેકપ થશે
RELATED ARTICLES