સુરતમાં ફરી ધોળા દિવસે ગોળીબાર: સૂર્યા મરાઠી ગેંગના સભ્ય પર ફાયરિંગ કરી બે અજાણ્યા શખ્સો ફરાર

આપણું ગુજરાત

Surat: વધતા જતા ગુનાઓને કારણે લોકો સુરતને ક્રાઈમ સીટી તરીકે ઓળખવા લાગ્યા છે ત્યાંરે આજે સુરત શહેરમાં ફરીથી ફાયરિંગની(Firing) ઘટના બની છે. અખંડ આનંદ કોલેજ પાસે કુખ્યાત સૂર્યા મરાઠી ગેંગના સભ્ય સફિ શેખ પર બે રાઉન્ડ ફાયરિંગને થતા આસપાસના વિસ્તારમાં ખૌફ ફેલાઈ ગયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગઇ છે.
ઘટનાની માહિતી મુજબ વેડરોડ વિસ્તારમાં સફિ શેખ સવારે બજારમાં નીકળ્યો હતો ત્યારે બાઈક પર સવાર મોઢે રૂમાલ બાંધીને આવેલા બે યુવકો ફાયરિંગ કરી ભાગી છૂટ્યા હતા. સફિ શેખને પેટના ભાગે ગોળી વાગી હતી. તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યાં હાલ તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
ફાયરિંગની ઘટનાને પગલે ચોક બજાર પોલીસ સહિત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા છે. પોલીસે ધટના સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવવા સાથે સ્થાનિક લોકોના નિવેદન લેવા કવાયત હાથ ધરી છે. આ ફાયરિંગની ઘટના જૂની અદાવતને લઈને થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
એસીપી, એએ આહીરના જણાવ્યા પ્રમાણે, આ પહેલા દાખલ થયેલા એક ગુનામાં સફિ શેખ આરોપી તરીકે હતો. આ ફાયરિંગ કરનાર સાગરિતો હતા. જે તે સમયે તેણે આ લોકોની મદદ કરી ન હતી. જેની દાઝ રાખીને આજે બે લોકોએ ફાયરિંગ કર્યું છે. હાલ પોલીસની તપાસ ચાલી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.