સુરત: સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ, વિદ્યાર્થીઓ સમયસર ઊતરી જતા જાનહાની ટળી

આપણું ગુજરાત

Surat: આજે સવારે સુરતના સરથાણા વિસ્તારમાં BRTS બસમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાણી સંગ્રહાલય પાસે આવેલા BRTS બસ સ્ટોપ પર ઉભેલી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. સમયસર મુસાફરોને બહાર કાઢી લેવાતા જાનહાની ટળી હતી. ફાયર વિભાગની ટીમેં ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
સવારનો સમય હોવાથી શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં બસમાં સવાર હતા. સરથાણા વિસ્તારમાં પ્રાણી સંગ્રહાલય પાસે આવેલા BRTS બસ સ્ટોપ પાસે પહોંચતા બસ માંથી ધુમાડો નીકળતો દેખાતા સમય સુચકતા દાખવી બધા મુસાફરો નીચે ઉતરી ગયા હતા. એકાએક બસમાં આગ લાગતાં શાળાના વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા. ફાયર વિભાગને જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

“>

ફાયર વિભાગે આગને કાબુમાં તો લઇ લીધી પરંતુ એ પહેલા બસ બળીને ખોખું થઈ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનામાં કોઈ પણ ઈજા કે જાનહાનિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ BRTS બસોમાં આગ લાગવાના બનાવ બની ચૂક્યા છે. ત્યારે તંત્રની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.