સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે, અવારનવાર કોઈ ગંભીર અપરાધની ઘટના સામે આવતી રહે છે. એવામાં વધુ એક માસુમ બાળકીની હત્યાની ઘટના સામે આવી છે. સુરતના છેવાડે આવેલા સચિન વિસ્તારમાં બે વર્ષની બાળકી સાંજે ગુમ થઇ ગઈ હતી ત્યાર બાદ મોડી રાત્રે બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ તથા પોલીસ અધિકારીઓ તુરંત એકશનમાં આવી ગયા હતા. દુષ્કર્મ થયાની આશંકાએ બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે. હાલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી યુવકની ધરપકડ કરી છે. પીએમ રિપોર્ટ બાદ જ દુષ્કર્મની પુષ્ટિ થઇ શકશે.
સચિન નજીકના કપલેથા ગામમાં એક પરિવારની બે વર્ષની બાળકી ગઈકાલે ઘર નજીક રમતી હતી. ત્યારે અચાનક તે ગુમ થઈ ગઈ હતી. પરિવારે શોધખોળ હાથ ધરી હતી. રાત પડવા છતાં બાળકી ન મળતાં પરિવારજનોએ સચિન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસની એક ટીમેં તુરંત શોધખોળ શરુ કરી હતી. દરમિયાન કપલેથા ગામ નજીકથી ઝાડીઓમાં બાળકીની લાશ મળી આવી હતી.
તપાસ કરતા જાણવામાં મળ્યું કે પડોશમાં રહેતો 23 વર્ષીય યુવાન રોજની જેમ બાળકીને રમાડવા લઇ ગયો હતો. પોલીસે નરાધમ ઈસ્માઈલ ઉર્ફે યુસુફને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટની રાહ જોવાઈ રહી છે.
નોંધનીય છે કે બે દિવસ પહેલા જ સુરતની કોર્ટમાં બાળકી પર બળાત્કાર બાદ હત્યાના ગુનામાં એક ગુનેગારને ફાંસીની સજા ફટકારી હતી. ત્યારે વધુ એક ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાંથી ચકચાર મચી જવા પામી છે.
હેવાનિયતની હદ: પડોશમાં રહેતા નરાધમે બે વર્ષની બાળકીની હત્યા કરી, દુષ્કર્મ થયાની આશંકા
RELATED ARTICLES