સુરત ક્રાઇમ બ્રાન્ચનું દિલધડક ઓપરેશન, વોચ ગોઠવી પોલીસે ચીકલીકર ગેંગના ૩ સાગરીતોને પકડી પાડ્યા

આપણું ગુજરાત

સુરત ક્રાઇમ બ્રાંચના જવાનોની સાહસિકતાનો એક વિડીયો સામે આવ્યો છે. પાછલા ઘણા સમયથી સુરત શહેર અને જિલ્લામાં આતંક મચાવતી ચીકલીગર ગેંગના ૩ સાગરીતોને સુરત પોલીસે નાકાબંધી કરી દબોચી લીધા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે. સુરત પોલીસના જવાનોની પ્રશંસા થઇ રહી છે.
મળતી માહિતી મુજબ સુરત પોલીસને બાતમી મળી હતી કે ચીકલીગર ગેંગના કેટલાક સાગરીતો બારડોલી નજીકથી ઇકો કારમાં પસાર થવાના છે. અનેક વખત આ ગેંગના શખ્સો પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ થઈ થયા હતા. એટલે સુરત ક્રાઈમ બ્રાંચના જવાનોએ રોડ પર નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. ક્રાઈમ બ્રાન્ચ પાસે હાઇવે પર નાકાબંધી કરવા માટે ખાસ વ્યવસ્થા ન હતી એટલે પોલીસે યુક્તિ અપનાવી રસ્તે પસાર થઈ રહેલી એક બોલેરો પીકવાનને રસ્તાની બાજુમાં ઊભી રાખી અને આગળ રોડ પર જેસીબી આડું રાખી દીધું હતું અને બીજી તરફ કારનો કાફલો પણ તૈયાર રખાયો હતો. બાતમી મુજબ ઈકો કાર આવી વૉચમાં રહેલી પોલીસે ઇકો કારના ડ્રાઈવરને કાર રોકવા માટે હાથનો ઈશારો કરતાં તેણે કાર ધીમી તો કરી પણ ડ્રાઈવરને તરત અંદાજ આવી ગયો કે પોલીસે છે. એટલે તરત ડ્રાઈવરે સ્પીડ વધારી પરંતુ આગળ જેસીબી મશીન હતું એટલે ડ્રાઈવરે ઇકો કાર રીવર્સમાં લેતા પાછળ રહેલી બોલેરો પીકઅપવન સાથે અથડાઈ હતી એટલમાં જ 12 જેટલા પોલીસ જવાનો દંડા લઈને તૂટી પડ્યા હતા. આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે ૩ આરોપીને દબોચી લીધા હતા.

“>

આ ચીકલીકર ગેંગ સુરત શહેર અને જિલ્લામાં કારની ચોરી માટે કુખ્યાત છે અને એ ચોરેલા વાહનોનો ઉપયોગ કરી ઘરફોડને અંજામ આપતિ હતી. આ સાથે તેઓ મારપીટ, ખંડણી અને ખૂનની કોશિશ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે.આરોપીની ધરપકડ બાદ હવે અનેક ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે છે.
સુરત પોલીસના આ દિલધડક પરેશનનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. ચારેતરફથી સુરત પોલીસના જવાનોની પ્રશંશા થઇ રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.