નોટબંધી અને જીએસટી લાગુ થયા બાદ સુરતના રીયલ એસ્ટેટ બિઝનેસને ફટકો પડ્યો છે. જેને કારણે આર્થિક ભીંસમાં સપડાયેલા સુરતના જાણીતા બિલ્ડરે આજે અમદવાદ ખાતે ઝેરી પ્રવાહી પીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ બચી જતા તેમણે હોસ્પીટલમાં દાખલ કરાયા છે ત્યાં પણ તમણે ફરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને કારણે સુરત બિલ્ડરલોબીમાં ચકચાર મચી ગઈ છે. હાલ બિલ્ડરની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદની હાઇકોર્ટ પોલીસ મથકે ગુનો નોંધ્યો છે
સુરતના મોટા વરાછાના જાણીતા બિલ્ડર અશ્વિન ચોવટીયાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એ પહેલાં તેમણે મોબાઈલ ફોન પર એક વીડિયો શૂટ કર્યો હતો જે તેના નજીકના સંબંધીઓને મોકલ્યો હતો. વીડિયોમાં તેઓ એક સંબંધીને કહી રહ્યા છે કે, મારી પર જે વીત્યું છે એની સુસાઈડ નોટ મેં બનાવી છે. આ ઉપરાંત કોલ રેકોર્ડ્સ પણ કરાયા છે. એની વિગત ઓફિસના એક કોમ્પ્યુટરમાં મૂકવામાં આવી છે. એ તું મેળવી લેજે.
મળતી માહિતી મુજબ બિલ્ડર દોઢેક વર્ષથી આર્થીક મુશ્કેલીનો સામનો કરતા હતા. આ કારણે તેઓ આપઘાત કરવા માટે વિચાર કરતા હતા, પણ પત્નીને આ બાબતનો અંદાજો આવી ગયો હતો. આથી તે તેમને એકલા મૂકતી નહોતી.
બિલ્ડરે વીડિયોમાં સંબંધીને કહે છે કે જે લોકોએ મારી સાથે ખોટું કર્યું એ કોઈ છટકવા ન જોઈએ. ગુનેગારને સજા થાય એ માટે પોલીસ સ્ટેશન અને ગૃહપ્રધાન સુધી આ વાત પહોંચાડવામાં આવે.
હાલ તેમનો અમદાવાદની SGVP હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. પરંતુ બિલ્ડરે ત્યાં પણ પત્નીનો દુપટ્ટો લઈ ગળેફાંસો ખાવાની કોશિશ કરી હતી. જોકે તેમનો ફરી બચાવ થયો હતો.
અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ નોંધવામાં આવી છે. બિલ્ડર મૂળ સુરતના હોવાથી આ ફરિયાદને તેમના રહેણાક વિસ્તારના પોલીસ મથકમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
[આત્મહત્યા એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. જીવનને વધુ એક મોકો આપો. જો તમને મદદની જરૂર હોય અથવા કોઈને જાણતા હોઉં કે જેને મદદની જરૂર હોય તો તમારા નજીકના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતનો સંપર્ક કરો.
અથવા હેલ્પલાઈનનો સમાંપર્ક કરો:
વાંદ્રેવાલા ફાઉન્ડેશન 9999666555 / help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવાર-શનિવાર: સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી)