Homeઆમચી મુંબઈAbdul Sattar એ Supriya Sule માટે કર્યો અભદ્ર ભાષાનો ઉપયોગ, NCP આક્રમક

Abdul Sattar એ Supriya Sule માટે કર્યો અભદ્ર ભાષાનો ઉપયોગ, NCP આક્રમક

એનસીપી પ્રમુખ શરદ પવારની દીકરી સુપ્રિયા સુળે વિરુદ્ધ શિંદે જૂથના નેતા અને રાજ્યના કૃષિ પ્રધાન અબ્દુલ સત્તારના વિવાદિત નિવેદનને કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. એનસીપીએ મુંબઈ પોલીસને પત્ર લખીને પ્રધાન વિરુદ્ધ પત્ર લખીને કડક કાર્યવાહીની માગણી કરી છે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને અપીલ કરવામાં આવી છે કે અબ્દુલ સત્તાર પાસેથી રાજીનામું લેવામાં આવે.
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર અબ્દુલ સત્તારે એક ન્યૂઝ ચેનલમાં ઈન્ટરવ્યૂ દરમિયાન સુપ્રિયા સુળે માટે ભિખારી શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેને કારણે એનસીપી કાર્યકર્તાઓ આક્રમક થયા હતાં અને અબ્દુલ સત્તારના નિવાસસ્થાને પથ્થરમારો કર્યો હતો અને તોડફોડ કરી હતી.
આ અંગે બાળાસાહેબાચી શિવસેનાના પ્રવક્તા દીપક કેસરકરે જણાવ્યું હતું કે, અબ્દુલ સત્તારનું રાજીનામુ લેવામાં નહીં આવે. પ્રવક્તા તરીકે સત્તારના નિવેદન પહેલા જ માફી માગી લીધી છે. અમે શરદ પવાર અને સુપ્રિયા સુળેનું સન્માન કરીએ છીએ. દેશના હિત માટે જે પાર્ટીએ કામ કર્યું છે તેઓ રાજીનામાની વાત કરે એ ઠીક નથી.
એનસીપી નેતા મહેશ તાપસેએ ચેતવણી આપી છે કે જો પ્રધાન વિરુદ્ધ સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવી તો રાજ્યભરમાં મોટાપાયે પ્રદર્શન કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular