ED પાસે ધરપકડ અને સમન્સનો અધિકાર છેઃ PMLA પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય કોંગ્રેસ માટે ઝટકા સમાન

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયેલા કેસમાં ફસાયેલા લોકોને આંચકો આપતા કોર્ટે પીએમએલએ એક્ટની વિવિધ જોગવાઈઓને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે. જેને કારણે વિપક્ષોને અને ખાસ કરીને કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તમામ સત્તાઓને યથાવત રાખી છે.
પીએમએલએ હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીની કાયદેસરતાને લઈને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ અને મહારાષ્ટ્ર સરકારના પૂર્વ પ્રધાન અનિલ દેશમુખની અરજીઓ સહિત કોર્ટમાં 242 અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં EDની સત્તા, ધરપકડનો અધિકાર, સાક્ષીઓને બોલાવવાની રીત અને સંપત્તિ જપ્ત કરવાની અને જામીન પ્રક્રિયાને પડકારવામાં આવી હતી. વિપક્ષે પીએમએલએની ઘણી જોગવાઈઓને કાયદા અને બંધારણની વિરુદ્ધ ગણાવી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા તેનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો હોવાની દલીલ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે કાયદામાં અધિકારીઓને મનસ્વી સત્તા આપવામાં આવી છે.
કૉંગ્રેસે આજે સવારે સોનિયા ગાંધીની ઇડી દ્વારા પૂછપરછને લઇને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે ઇડીનો આતંક બંધ થવો જોઇએ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સુપ્રીમ કોર્ટ ઇડીનો આતંક પર યોગ્ય નિર્ણય લેશે. સુપ્રીમ કોર્ટે પીએમએલએ હેઠળ ધરપકડ કરવાના ઇડીના અધિકારને યથાવત રાખવાના નિર્ણયથી કૉંગ્રેસની આશા પર પાણી ફરી વળ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.