સુપ્રીમ કોર્ટમાં એક અજીબોગરીબ અરજી દાખલ કરવામાં આવી છે, જેને કારણે કોર્ટે અરજદારને દંડ ફટકાર્યો છે. મળતી માહિતી અનુસાર એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર અશ્લીલ એડ દર્શાવવા પર બેન લગાવવા અને આ પ્રકારની એડ દર્શાવવા પર ગૂગલ ઈન્ડિયા પાસેથી 75 લાખ રૂપિયાનું વળતરની માગણી કરતી અરજી દાખલ કરી હતી.
વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે યુટ્યુબ વીડિયોમાં ભણતી વખતે અશ્લીલ એડને કારણે ભણતર પ્રભાવિત થાય છે અને કોર્ટે આ અરજીને સૌથી ખરાબ દલીલોમાંની એક ગણાવીને વિદ્યાર્થીની અરજી ફગાવી હતી. આ સાથે અરજદાર પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જજે આ મામલે જણાવ્યું હતું કે, આવા પ્રકારની અરજી દાખલ કરીને કોર્ટનો કિંમતી સમય બરબાદ કર્યો છે. આ પ્રકારની એડ પસંદ ન હોય તો તે તેને આ એડ જોવા માટે દબાણ કરવામાં આવતું નથી.