Prophet Remarks Row: નુપુર શર્માને સુપ્રીમ કોર્ટે આપી રાહત, દરેક રાજ્યોની પોલીસને આપ્યા આદેશ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પયગંબર મોહમ્મદ વિશે નિવેદન આપવાના મામલે દેશભરમાં સર્જાયેલો વિવાદ શમવાનું નામ લઈ રહ્યો નથી. આ મામલે દાખલ થયેલી એફઆઈઆને લઈને ભાજપની સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માએ ફરી એક વાર સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતાં. તેની અરજી પર આજે સુનાવણી થઈ હતી અને કોર્ટે તેમને રાહત આપતાં જણાવ્યું હતું કે, હાલમાં કોઈ પણ રાજ્યની પોલીસ તેમની ધરપકડ ન કરે. 10 ઓગસ્ટના આગામી સુનાવણી થશે.
બેંચે આદેશ આપતાં જણાવ્યું હતું કે, અરજદારની હત્યાના વાયરલ નિવેદન, સલમાન ચિશ્તીનું સ્ટેટમેન્ટ અને યુપીની એક વ્યક્તિએ અરજદારનું માથુ કાપી નાંખવાની ધમકી પણ આપી છે. આ તમામ સંદર્ભને ટાંકીને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે નુપુર શર્મા સામે દંડાત્મક કાર્યવાહી નહીં કરવી જોઈએ.
નુપુર શર્માના વકીલે કોર્ટને જણાવ્યું હતપં કે, પાકિસ્તાનથી પણ કોઈ વ્યક્તિ આવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પટનામાં પણ કેટલાક લોકો પકડાયા છે જે નુપુર શર્માની હત્યાની યોજના બનાવી રહ્યા હતાં. મારા માટે દરેક રાજ્યની કોર્ટમાં જવું સંભવ નથી અને જોખમ દિવસેને દિવસે વધી રહ્યું છે. વકીલના નિવેદનની પ્રક્રિયા આપતા કોર્ટે જણાવ્યું હતું કે અમે આદેશમાં ફેરફાર કરીશું. અરજીમાં એફઆઈઆર રદ કરવાની માંગ કરવામાં આવી છે. અમે તમને વૈકલ્પિક કાયદાકીય માર્ગ અપનાવવાનું કહ્યું હતું, પરંતુ અમારી ચિંતા એ છે કે તમે એ માર્ગનો ઉપયોગ કરવાની સ્થિતિમાં નથી. અમે તેનું સમાધાન કરીશું. આ મામલે આગામી સુનાવણી 10 ઓગસ્ટના થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.