સુપ્રીમ કોર્ટે UPના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને આપી મોટી રાહત, ભડકાઉ ભાષણ અંગેના કેસ રદ કરાયા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઉત્તરપ્રદેશના(Uttar Pradesh) મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને(Yogi Adityanath) સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે(Supreme Court) હેટ સ્પીચ કેસમાં તેમની સામે કેસ ચલાવવાની અરજીને ફગાવી દીધી છે. આજે સુનાવણી દરમિયાન કોર્ટે આ ચુકાદો આપ્યો છે. CJI એન.વી.રમના, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે આજે આ કેસ અંગે ચુકાદો સંભળાવ્યો હતો.
વર્ષ 2007માં ગોરખપુરમાં થયેલા રમખાણો દરમિયાન યોગી આદિત્યનાથે આપેલા ભડકાઉ ભાષણ અંગેના કેસ પાછા ખેંચવાના રાજ્ય સરકારના નિર્ણય પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ આદેશ અનામત રાખ્યો હતો. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સીએમ યોગીના ભડકાઉ ભાષણથી જ રમખાણો થયા હતા, જેમાં 10 લોકો માર્યા ગયા હતા.
પહેલીવાર નવેમ્બર 2008માં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એ સમયના ગોરખપુરના સાંસદ યોગી આદિત્યનાથના કથિત ભાષણને કારણે આ રમખાણો થયા હતા. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી બાદ ભાજપની રાજ્ય સરકારે મે 2017માં મુખ્યપ્રધાન બનેલા યોગી આદિત્યનાથ સામેના કેસ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે સરકારે કહ્યું કે આ કેસમાં અપૂરતા પુરાવા છે. આ નિર્ણયને 2018માં અલ્હાબાદ હાઈકોર્ટે પણ માન્ય રાખ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધા બાદ અરજદારે SCમાં અરજી કરી હતી. તત્કાલિન CJI દિપક મિશ્રાની બેન્ચે નોટિસ જારી કરીને રાજ્ય સરકાર પાસેથી ચાર સપ્તાહમાં જવાબ માંગ્યો હતો.
વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે ટ્રાયલ કોર્ટે ક્લોઝર રિપોર્ટ સ્વીકારી લીધો હતો. જેને અલ્હાબાદ હાઈકોર્ટે યથાવત રાખ્યો હતો. આ મરેલા ઘોડાને ચાબુક મારવાનો આ પ્રયાસ છે કારણ કે તે વ્યક્તિ મુખ્યપ્રધાન છે. રેકોર્ડ પર કોઈ સામગ્રી નથી. ભારે દંડ સાથે આ અરજી ફગાવી દેવી જોઈએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.