જ્ઞાનવાપી મસ્જિદ કેસઃ મસ્જિદ પરિસરમાં મળી આવેલા શિવલિંગની પૂજા કરવાનો અધિકાર માગતી અરજી પર સુપ્રીમ કોર્ટે કર્યો ઈનકાર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં મસ્જિદ પરિસરમાં મળી આવેલા શિવલિંગની પૂજા કરવાની પરવાનગી આપતી અરજી પર આજે સુનાવણી થઈ હતી, જેમાં જજ ડી. વાય. ચંદ્રચુડ, સૂર્યકાંત અને પીએસ નરસિમ્હાની સ્પેશિયલ બેન્ચે આ અરજી પર વિચાર કરવાનો ઈનકાર કર્યો હતો. આ સાથે શિવલિંગની કાર્બન ડેટિંગની માંગ કરતી અરજી પર પણ સુનાવણી કરવાનો ઈનકાર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદના સમગ્ર મામલાની છેલ્લી સુનાવણી 20મી મેના રોજ થઈ હતી અને સુપ્રીમ કોર્ટે આ કેસ જિલ્લા ન્યાયાધીશને ટ્રાન્સફર કર્યો હતો. આ અંગે આદેશ આપતી વખતે જસ્ટિસ ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે જણાવ્યું હતું કે, કેસની જટિલતાને ધ્યાનમાં રાખીને આ કેસને વધુ અનુભવી જજને મોકલવામાં આવી રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.