સુપર સ્ટાર સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન 23મી જાન્યુઆરીએ રંગેચંગે પાર પડ્યા, અને આ લગ્ન પહેલાં અને પછી પણ લગ્ન બાબતની અનેક અલગ અલગ સમાચારો સાંભળવા કે વાંચવા મળતા હતા.
હવે લગ્ન સમારંભ પૂરો થઈ ગયા બાદ ચર્ચા થઈ રહી છે નવદંપતિને કોણે ગિફ્ટમાં શું આપ્યું એની, પરંતુ આ બાબતે સુનીલ શેટ્ટી એટલે કે અન્નાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સમાચારમાં એવું પણ વાંચવા મળ્યું હતું કે લોકોએ આ નવદંપતિને ગિફ્ટમાં કરોડો રુપિયાની મોંઘીદાટ ભેટ આપી છે. લક્ઝરી કાર્સ, બ્રાન્ડેડ વોચ જેવી અનેક મુલ્યવાન ભેટ રાહુલ અને આથિયાને ગિફ્ટમાં મળી હોવાની ચર્ચાઓ થઈ રહી છે, પણ અન્નાએ આ બાબતે હવે એક નવો જ ખુલાસો કર્યો છે અને આ તેમનો આ ખુલાસો સાંભળીને લોકો ચોંકી ઉઠ્યા છે.
અન્નાએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે આ બધું ખોટું છે અને અફવા છે, આમાં કોઈ તથ્ય નથી. મેં આથિયાને 50 કરોડનું ઘર ભેટમાં નથી આપ્યું અને લોકો દ્વારા આ બધી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.
આથિયા અને રાહુલને સુનીલ શેટ્ટીએ 50 કરોડ રુપિયાનું ઘર ભેટમાં આપ્યું છે. ઈન્ડસ્ટ્રીના ભાઈજાને 1 કરોડ 64 લાખની ઓડી કાર અને વિરાટ કોહલીએ 2.17 કરોડની બીએમડબ્લ્યુ ગિફ્ટમાં આપી હોવાની ચર્ચા ચાલી રહી હતી. આ સિવાય ધોનીએ રાહુલને 80 લાખની નિન્જા બાઈક, તો કોઈએ 30 લાખ રુપિયાની મોંઘી ઘડિયાળ ભેટમાં આપી હોવાની ચર્ચા પણ ચાલી રહી હતી.
પણ અન્નાએ આ બધી વાતોને ખોટી હોવાનું જણાવીને બધાના મનમાં ચાલી રહેલાં ખયાલી પુલાવ પર ઠંડુ પાણી ફેરવી દીધું છે.
દીકરીના લગ્ન બાદ અન્નાએ કર્યો ચોંકાવનારો ખુલાસો
RELATED ARTICLES