વસઈમાં સનસિટી ગાસ રોડ જળબંબાકાર: ૨૪ કલાકમાં ૨૧૭ મિ.મી. વરસાદ

આમચી મુંબઈ

વિરાર વિવા કોલેજ પાસે તેમ જ નાલાસોપારામાં પાણી ભરાયાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાયંદર: વસઈ તાલુકામાં મુશળધાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાતાં વિસ્તાર જળબંબાકર થયો છે. આશરે દોઢ ફૂટ જેટલાં પાણી ભરાતા વાહનવ્યવહારને અસર થઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે વરસાદ પડતા વસઈના સનસિટીના ગાસ રોડ પર પાણી ફરી વળતાં પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. વાહનો તે પાણીમાંથી પસાર થાય છે. આશરે દોઢ ફૂટ જેટલું પાણી ભરાયેલ છે. ભરતી આવતા વસઈ પશ્ર્ચિમ પટ્ટામાં ભારે પાણી ભરાય છે. તેમ જ એવરશાઈન વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. મંગળવારે રાત્રે ધોધમાર વરસાદ વરસતા નાલાસોપારા પૂર્વમાં સ્ટેશન રોડ પર દોઢથી બે ફૂટ જેટલાં પાણી ભરાયાં હતા, તેમ જ વિરાર વિવા કોલેજ પાસે પણ દોઢ ફૂટ જેટલાં પાણી ભરાયાં હતાં. વિરાર વિવા કોલેજ નીચાણવાળા વિસ્તારમાં હોવાથી અનેક બિલ્ડિંગમાં પણ પાણી ભરાયું હતું. દર વર્ષે તે ઠેકાણે ભારે વરસાદ થતાં પાણી
ભરાય છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.