કુખ્યાત ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોંડ્રિંગ મામલે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. સૂત્રો દ્વારા તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર બોલીવૂડ બાદ હવે નીક્કી તંબોલી, ચાહત ખન્ના, સોફિયા સિંહ અને અરુશા પાટીલ જેવી ટીવી એક્ટ્રેસ સાથે પણ સુકેશના તાર જોડાયેલા છે. આ ચારેય ટીવી અભિનેત્રીઓ સુકેશ ચંદ્રશેખરને જેલમાં મળી હતી અને તેમની મુલાકાત પણ નોરા અને જેક્વેલિનની જેમ સુકેશની નજીકની મિત્ર પિંકી ઈરાનીએ કરાવી હતી. આ મહત્ત્વપૂર્ણ ખુલાસો ઈડીની ચાર્જશીટમાં થયો છે. પિંકીએ આ અભિનેત્રીઓને મોંઘામૂલી ગિફ્ટ્સ અને પૈસા પણ આપ્યા હતાં.
મળતી માહિતી અનુસાર અરુષા પાટીલે સુકેશ ચંદ્રશેખર સાથેની મુલાકાતની વાત સ્વીકારી લીધી છે. નીક્કી તંબોલીએ જણાવ્યું હતું કે પિંકી ઈરાનીએ સુકેશ ચંદ્રશેખરનું નામ શેખર જણાવ્યું હતું. પિંકીએ સુકેશનો પરિચય સાઉથ ઈન્ડિયન ફિલ્મમેકર અને મિત્ર તરીકે આપ્યો હતો. તેથી નિક્કીને તેનું સાચું નામ ખબર નહોતી.
નોંધનીય છે કે ગઈ કાલે દિલ્હી પોલીસે જેક્વેલિન ફર્નાંડિઝની આઠ કલાક સુધી પુછપરછ કરી હતી. આજે એટલે કે ગુરુવારે સવારે 11 વાગ્યે નોરા ફતેહીની ફરીથી પુછપરછ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપીએ જણાવ્યું હતું કે નોરા ફતેહી અને જેક્વેલિન ફર્નાંડિઝનો સુકેશ સાથે સીધો સંબંધ નથી.

Google search engine