Homeદેશ વિદેશનવજાત શિશુના મૃત્યુથી દુ:ખી થઇ માતા અને મોટા પુત્રએ કર્યું આવું...

નવજાત શિશુના મૃત્યુથી દુ:ખી થઇ માતા અને મોટા પુત્રએ કર્યું આવું…

કેરળના ઇડુક્કી જિલ્લામાં ગુરુવારે ઉપપુથરાના કૈથાપથલમાં 38 વર્ષીય મહિલા અને તેના 7 વર્ષના પુત્રએ તેના 28 દિવસના બાળકના મૃત્યુ બાદ આત્મહત્યા કરી લીધી હતી. કૈથાપથલની રહેવાસી લીઝા (38) અને તેનો મોટો પુત્ર બેન ટોમ ગુરુવારે સવારે તેના ઘરના પરિસરમાં આવેલા કૂવામાં કૂદી પડ્યા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઘટના સવારે 6 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે પરિવારના અન્ય સભ્યો લીઝા અને બેનને ઘરે એકલા મૂકીને ચર્ચમાં ગયા હતા. લીઝાના નવજાત શિશુનું બે દિવસ પહેલા માતાનું દૂધ પીતી વખતે ગૂંગળામણ થતાં મૃત્યુ થયું હતું અને બુધવારે બાળકીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ લિઝા ડિપ્રેશનમાં હતી. ગુરુવારે સવારે જ્યારે લીઝાના પરિવારના સભ્યો ચર્ચમાંથી પાછા આવ્યા ત્યારે બંને ગાયબ હતા. બાદમાં તેઓનો મૃતદેહ ઘર પાસેના કુવામાંથી મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયર અને રેસ્ક્યુ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢ્યા હતા. પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular