સંસ્કૃતની સુહાસ: સાંદીપનિ શ્રીહરિ મંદિર, પોરબંદર

ઇન્ટરવલ

તસવીરની આરપાર-ભાટી એન.

ગુજરાતની પાવન વસુંધરા પર પોરબંદર આધુનિકયુગમાં મહાત્મા ગાંધીજી. સુદામાચુરીનગરી હવે સંસ્કૃતની સુહાસ ફેલાવે છે. તો સાંદીપનિ શ્રીહરિ મંદિર આધુનિક ભારતનું નૂતન તીર્થસ્થળ છે. ગગનચૂંબી કલાનયન પાંચ શિખરોવાળું ભવ્યને દિવ્ય શ્રીહરિ મંદિર જેમાં શિવ દરબાર, રાધાકૃષ્ણદેવ, લક્ષ્મીનારાયણ અને રામદરબારની મૂર્તિઓ આકર્ષક છે. તો ચોમેરા મનોરમ્ય ઉદ્યાન છે. પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા (પૂજ્ય ભાઈશ્રી) એ બનારસમાં જે રીતે સંસ્કૃતની વેદવિદ્યાપીઠો કાર્યરત છે. એ પદ્ધતિએ સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ઋષિકુળની માફક અહીં પણ ઋષિકુમારોને નિ:શુલ્ક સુવિધા સાથે શિક્ષણ આપવામાં આવે છે. આથી જ તો ભારતની તક્ષશિલા કે નાલંદા વિદ્યાપીઠસમું રાષ્ટ્ર નિર્માણનું સિંચન કરતી જ્ઞાનપીઠ છે. અત્યાધુનિકયુગમાં માનવીને શાતા આપતું શ્રીહરિ મંદિર ચોગરદમ ઘટાટોપ વૃક્ષો અને હરિયાળી ક્રાંતિ છે. જે તન-મનને અંતરમાં શાંતિ અર્પે છે. ભવ્યતાતિભવ્ય કલાકોતરણી ઠાંસી… ઠાંસીને ભરી પડી છે. આધુનિક યુગનું બેનમૂન મંદિર છે. મંદિર અંદર વિશાળ હોલ છે. ત્યાં જ સત્સંગ કે ઘૂનકીર્તન થઈ શકે છે. જ્ઞાનની ત્રણ ધારાઓ ઋષિકુળ, ગુરુકુળ-પ્રાચીન અને અર્વાચીન જ્ઞાનની સરવાણી વહાવતી સાંદીપનિ શ્રીહરિ મંદિરે આવતા યાત્રિકો અને અન્યને પ્રભુપ્રસાદ અને મંદિર નજીક યજ્ઞશાળામાં સંસ્કૃત શ્ર્લોકો સંગાથે યજ્ઞ થાય છે. છાયા વિસ્તારમાં આવેલ ગુજરાતનું અનુપમ તીર્થાટનનો અદ્ભૂત નઝારો ડ્રોન કૅમેરાથી લેવાયેલી એરિયલવ્યૂથી “શ્રીહરિ મંદિર લીલીછમ વનરાઈમાં શીતળતાનું જ્ઞાનનું ઝરણું વહેવડાવે છે. એકવાર ‘શ્રીહરિના દર્શન કરવા જરૂરથી પધારો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.