બોલીવૂડના કિંગ ખાન શાહરુખ ફિલ્મ પઠાણ લઈને ચર્ચામાં છે ત્યારે તેની દીકરી પણ ડેબ્યૂ પૂર્વે સ્ટાર બની ચૂકી છે. સુહાનાના ફ્રેન્ડ બોલીવૂડથી લઈને હોલીવૂડ સુધી હોવાનું કહેવાય છે અને તાજેતરમાં સુહાનાની ખાનની બેસ્ટ ફ્રેન્ડ શનાયા કપૂરે સોશિયલ મીડિયામાં એક ફોટોગ્રાફ શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટોગ્રાફમાં બોલીવૂડ અને હોલીવૂડના સ્ટાર કિડસનો બોલ્ડ કમ ગ્લેમરસ લૂક જોવા મળ્યા છે. આ તસવીરમાં સુહાના ખાન, રિયાલ્ટી ટીવી સ્ટાર શનાયા કપૂર અને સુપરમોડલ કેન્ડલ જેનર સાથે જોવા મળે છે. શનાયાએ ફોટોગ્રાફની સાથે અમુક વીડિયો પણ શેર કર્યા છે, જેમાં પાર્ટીનો નજારો પણ જોવા મળે છે. આ ફોટોને જોતા લાગે છે કે તેઓ પાર્ટીમાં ખૂબ મસ્તી કરી છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ફોટોમાં લોકોએ તેમના ભરપુર વખાણ કર્યા છે, જેમાં સુહાના ખાન સિલ્વર હિલ્સની સાથે પિંક મિની ડ્રેસમાં ગોર્જિયસ લાગે છે, જ્યારે શનાયા કપૂર પણ લાલ રંગના ફિગર-હગિંગ ડ્રેસમાં ગ્લેમરસ લાગે છે. ઉપરાંત, ઓલિવ ગ્રીન કલરમાં કેન્ડલ જેનર જોવા મળે છે, જે બ્યુટિફુલ લાગે છે. અહીં જણાવી દઈએ કે કેન્ડલ જેનર અમેરિકન મોડલ અને એક્ટ્રેસ કિમ કાર્દશિયનની નાની બહેન છે, જ્યારે કેન્ડલ જેનરના ઈન્સ્ટાગ્રામના 272 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે આ ત્રણેય સ્ટાર દુબઈની એક લકઝરી હોટેલ પામ જુમેરાહની લોન્ચ પાર્ટીમાં પહોંચ્યા ત્યારે ગ્લેમરસ લૂકમાં ફોટો શેર કર્યા હતા.
સુહાના ખાનની વાત કરીએ તો આ વર્ષે ફિલ્મી પડદે ડેબ્યૂ કરવાની છે. બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂરની સાથે સુહાના ખાન, જોયા અખ્તરની ફિલ્મ The Archiesથી બોલીવૂડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાંથી બિગ બીની પૌત્રી ડેબ્યૂ કરશે. શનાયા કપૂર પણ કરણ જૌહરની ફિલ્મ ધડક મારફત બોલીવૂડમાં એન્ટ્રી કરશે
સુહાના અને શનાયા કેન્ડલ જેનર એક જ ફ્રેમમાં જોવા મળ્યા ગ્લેમરસ અંદાજમાં…
RELATED ARTICLES