શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાના ડેટિંગના સમાચાર બી-ટાઉનમાં છવાયેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને યુવા સ્ટાર્સ એકબીજાના પ્રેમમાં છે અને ટૂંક સમયમાં તેઓ સાથે ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.
એક રિપોર્ટ અનુસાર અગસ્ત્ય અને સુહાના ડેટ કરી રહ્યાં છે. બંનેની મુલાકાત ગયા વર્ષે ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ના સેટ પર થઈ હતી. રિપોર્ટ અનુસાર સૂત્રએ એમ પણ જણાવ્યું છે કે, “અગસ્ત્યએ સુહાનાને કપૂર પરિવારના ક્રિસમસ બ્રંચમાં પરિવારના તમામ સભ્યો સાથે તેની પાર્ટનર તરીકે રજૂ કરી હતી.”
જોકે, અગસ્ત્ય અને સુહાનાની હજુ સુધી તેમના સંબંધોને સત્તાવાર બનાવવાની યોજના નથી, પરંતુ પ્રોડક્શન હાઉસના મોટાભાગના લોકોને ઓગસ્ટ 2020માં જ તેમના સંબંધો વિશે જાણ થઈ હતી. સૂત્રએ એમ પણ કહ્યું હતું કે અગસ્ત્યની માતા શ્વેતા બચ્ચન નંદાને પણ સુહાના ગમે છે અને તેમણે પુત્રના આ સંબંધને મંજૂરી પણ આપી દીધી છે. જોકે, અગસ્ત્ય કે સુહાનાએ હજુ સુધી આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
સુહાના ખાન, શ્રીદેવી અને બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂર, અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય બધા ઝોયા અખ્તરની ‘ધ આર્ચીઝ’ માં સાથે જતેમની ફિલ્મની શરૂઆત કરી રહ્યા છે. અગસ્ત્ય નવ્યા નવેલી નંદાના ભાઈ અને શ્વેતા નંદાના પુત્ર છે. ‘ધ આર્ચીઝ’માં વેદાંગ, મિહિર આહુજા, ડોટ અને યુવરાજ મેંડા પણ મહત્વની ભૂમિકામાં છે. અહેવાલો અનુસાર અગસ્ત્ય આર્ચી એન્ડ્રુઝની ભૂમિકા ભજવશે, જ્યારે ખુશી અને સુહાના બેટી અને વેરોનિકાનો રોલ કરશે.
વર્તમાન સુપર સ્ટારની પુત્રી સદીના સુપર સ્ટારના પૌત્ર સાથે પ્રેમમાં પડી
RELATED ARTICLES