Homeસ્પેશિયલ ફિચર્સગળ્યું ખાવાના શોખીન છો? આ રહ્યા નેચરલ સ્વીટનર...

ગળ્યું ખાવાના શોખીન છો? આ રહ્યા નેચરલ સ્વીટનર…

સાકર ભલે સ્વાદમાં ગળી લાગતી હોય પણ તેનું વધારે પડતું સેવર આરોગ્ય માટે તો તે કડવા ઝેર સમાન જ છે. ડાયાબિટીસના દર્દીઓએ તો સાકરનું સેવન સદંતરપણે ટાળવું જોઈએ. પરંતુ જો તમને સાકર વગર જરા પણ ચાલતું જ ના હોય તો શું કરવું એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. એટલે જ આજે અમે અહીં તમારા માટે લાવ્યા છીએ એવા કેટલાક એવા નેચરલ પ્રોડક્ટ્સ કે જે તમારા સ્વીટ ટૂથનો સ્વાદ પણ સાચવી લેશે અને તમારી હેલ્થ પર પણ તેની કોઈ અસર નહીં જોવા મળે.
આ નેચરલ પ્રોડક્ટમાં સૌથી પહેલાં નામ આવે છે શૂગર કેન્ડી. શૂગર કેન્ડીનો રંગ સાકર જેવો જ હોય છે, પણ તેનો આકાર ખૂબ જ વિચિત્ર અને ખરબચડો હોય છે. તમે સાકરને બદલે આ શૂગર કેન્ડીનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે આરોગ્ય માટે ફાયદાકારક છે
સ્ટેવિયાને ઝીરો કેલરી નેચરલ સ્વીટનર તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે સ્ટેવિયા નામની વનસ્પતિના પાંદડામાંથી તે કાઢવામાં આવે છે. હાલમાં આ સ્ટેવિયા ખૂબ જ ચલણમાં છે. તેને મીઠી તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની મદદથી અનેક દવાઓ તૈયાર કરવામાં આવે છે.
ત્રીજું નેચરલ સ્વીટનર પ્રોડક્ટ છે આપણા બધાના રસોડામાં મળતું ગોળ. ગોળ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એટલું જ નહીં ગોળમાં ઘણા બધા પોષક તત્ત્વો જોવા મળે છે જે આરોગ્ય માટે મહત્ત્વના હોય છે. ગોળ કુદરતી રીતે લોહીને શુદ્ધ કરવાનું કામ પણ કરે છે.
મધના ફાયદાથી તો આપણે બધા જ સારી રીતે પરિચિત છીએ અને આ મધ પણ એક નેચરલ સ્વીટનર છે. સાકરના પર્યાય તરીકે મધનો ચોક્કસ જ ઉપયોગ કરી શકાય એમ છે, કારણ કે એક તો તે ખૂબ જ સરળતાથી પચી જાય છે અને બીજું એટલે કે તેને કારણે લોહીમાં ગ્લૂકોઝનું પ્રમાણ પણ વધતું નથી. એન્ટી ઓક્સિડન્ટ્સ અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો જોવા મળે છે. હાર્ટ અને ફેટ બર્નિંગ માટે મધને ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે.
કોકલન શૂગરનો પણ તમે ઉપયોગ કરી શકો છો. કોકનટ શૂગર પામના ઝાડમાંથી મળે છે અને તેને વધુ ફિલ્ટર પણ નથી કરવામાં આવતી. પચવામાં પણ એ સરળ છે. તેમાં લોહ, કેલ્શિયમ જેવા મિનરલ્સ જોવા મળે છે. આની સાથે સાથે ગ્લાયસેમિક ઈન્ડેક્સ પણ તેમાં ખૂબ જ ઓછું જોવા મળે છે, જેને કારણે લોહીમાં સાકરનું પ્રમાણ ખાસ વધતું નથી. દૂધમાં કે અન્ય કોઈ પણ વસ્તુમાં તમે આ કોકોનટ શૂગર મિક્સ કરીને ખાઈ શકો છો.
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ખજૂર પણ કુદરતી મીઠાશ માટે ઉપયોગમાં લઈ શકાય છે. ખજૂરમાંથી ખજૂર સાકર પણ તૈયાર કરવામાં આવે છે જે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને ઘરમાં પણ બનાવી શકાય છે. ખજૂરનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ તો ઘટે જ છે, પણ તેની સાથે સાથે લોહીમાં સાકરનું પ્રમાણ પણ જળવાઈ રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular