સાકર: અમૃતરૂપી સફેદ ઝેર

પુરુષ

આહારથી આરોગ્ય સુધી-ડૉ. હર્ષા છાડવા

વૈજ્ઞાનિક ટૅકનોલોજીના વિકાસ પહેલાં ક્યારેય પણ ખાંડ ખાદ્ય પદાર્થોમાં વાપરવામાં આવતી નહીં. શેરડીનો રસ કુદરતે આપેલો છે. શેરડીના રસમાં મોનોસેકરાઈડ (ફ્રૂકટોઝ, માલ્ટોઝ, લેકટોઝ) કે ડાયસેકરાઈડ છે જે પચવામાં ખૂબ જ સહેલો છે, પણ તે મુશ્કેલીથી ૨થી ૩ કલાક ટકી શકે છે. રસમાંથી ગોળ (પણ તે પ્રાકૃતિક હોવો જોઈએ) બને છે, પણ ગોળમાં ઘણા ઘાતક કેમિકલ અને ડિટર્જન્ટ તેને સફેદ (પીળો) બનાવવા માટે વપરાય છે. જેવાં કે Sodium hydrosulphite, Sulpurdi-oxide, phosphoric acid, calcium hydroxide, sodium-formal dehyde-sulfoxylate, seashells, backing soda, Orange-red artificial colouring food powder વપરાય છે. તો પછી શેરડીના રસમાંથી સફેદ ખાંડ (સાકર) બનાવવામાં કેટલાં કેમિકલો વપરાતાં હશે? સફેદ ખાંડ બનાવતી વખતે જે કાળોે રસ (Molaisis) નીકળે છે તેમાંથી અલગ અલગ જાતના કીંમતી દારૂ કે મોંઘું આલ્કોહોલ બનાવવામાં આવે છે. જો ફક્ત ગોળ બનાવે તો દારૂ બનાવવા મોલાસિસ ક્યાંથી મળે?
ઉત્પાદનકર્તાઓને તો જનતાની તંદુરસ્તીની ફિકર નથી. સાકરને ટકાવવા અને નફો કમાવવો જ તેમનો હેતુ છે. સાકર ખાઈ-ખાઈને ડાયાબિટીસ થાય પછી આ જ ઉત્પાદકોની દવા કંપનીઓ દવા વેચીને પૈસા કમાઈ લે છે.
સાકર બનાવવાના વિવિધ પ્રકાર વિશે પણ જાણી લઈએ.
ડિસ્મેટ પ્રોસેસ: આ પ્રક્રિયામાં ફોર્મલ્ડિહાઈડ રસાયણ વપરાય છે. શેરડીના રસમાં બેસિલસ-સ્ટિરોથર્મોફલસ, કલોસ્ટિડીઅન, થર્મોસેકરોલિટીક્સ વગેરે નામના થર્મોફિલીક જીવાણું બહું જ તાપમાનમાં મરતાં નથી. માણસ માટે ૧૦૦ ડિગ્રી સે.ગ્રે.નું ઉકાળેલું પાણી દઝાડી નાખે ને બેકટેરિયા (જીવાણું) મરી જાય પણ શેરડીના રસના જીવાણું ૧૨૦થી ૧૪૦ ડિગ્રી સે.ગ્રે. સુધી આરામથી રહી શકે અને વધી પણ જાય. એમને નષ્ટ કરવા કીટનાશક દવાઓ, ઘાતક કેમિકલો વપરાય છે. જેમ કે હાઈડ્રોજન પેરોસાઈડ, ગ્લુર્ટોશ્લડહાઈડ અથવા ૩૭% થી ૪૦% ફોર્મલીન અથવા ફોર્મલ્ડિહાઈડ વાપરે પણ સુગર ફેકટરીની પહેલી પસંદ તો ફોર્માલ્ડિહાઈડની છે. ૦.૫-૧.૦ વાળું ફોર્મલ્ડિહાઈડ કલાકે કલાકે ૫૦-૧૦૦ કિ./૧૦૦ ક્યુબિક જેટલું ભેળવવામાં આવે. અંશ સ્વરૂપે આપણાં પેટમાં જાય. અંશ (PPb અથવા PPm) એટલે ૧૦,૦૦,૦૦૦ ટીપાં અને એક ટીપું રસાયણ. (Proctor and Hughes: chemical Hazards of workplace (3/e) નામની બુકનાં લેખકો Gloriaj Hathawy, Nick H. Proctor James P. Hughes and Michael L. Fischman કહે છે કે ફોર્માલ્ડ્રિહાઈડ રસાયણથી આંખ અને શ્ર્વસનના (નાક, ગળું, શ્ર્વાસવાહિની, ફેફસાંના) અવયવોમાં બળતરા થાય. કેન્સર જેવી બીમારી થાય.
આ રસાયણનો ઉપયોગ શબ (લાશ)ને સાચવવા થાય છે. થોડા જ કલાકમાં શબ કડક ‘મમી’ જેવું બની જાય. હૉસ્પિટલમાં ઑપરેશન થિયેટરમાં પણ આનો છંટકાવ કરે છે. ગટરમાં પણ આ રસાયણ જંતુનાશક તરીકે વપરાય છે. શરીરમાં D.N.A., R.N.A. બદલાઈ જાય અને સંતાનો ખોડખાંપણવાળા જન્મે.
વૈદિક કાળમાં અથવા આયુર્વેદ સમયે જે ગોળ કે મિસરી બનાવવામાં આવતી હતી એમાં સલ્ફરડાય ઓકસાઈડ (So2) કે ફોર્માલ્ડિહાઈડ વાપરતા હતાં એવું ક્યાંય સાંભળ્યું કે લખ્યું નથી. એનાથી સુંઘવાની ક્ષમતા નષ્ટ થઈ જાય. કિડનીમાં બળતરા થતાં પેશાબમાંથી લોહી નીકળવા માંડે. ‘ન્યુટ્રિશન’ નામના રોબર્ટક્રહોન્સ લિખિત પુસ્તકમાં કહે છે કે સાકર ખાવાથી શરીરનું જીવનસત્ત્વ નષ્ટ થઈ જાય અને થાક લાગે છે.
હોટ સલ્ફીનેશન: આ પ્રક્રિયામાં સલ્ફર ડાય ઓકસસાઈડ (So2) જેવા ઝેરીલો ગેસ ૫૦ gm ઘનમીટર જેવો ભેળવવામાં આવે છે. એલોપેથીમાં સલ્ફર એલર્જી પ્રખ્યાત છે. આ એલર્જીમાં ત્વચા પર લાલ ડાઘા નીકળી આવે છે. આ રસનો રંગ સફેદ કરવા માટે વપરાય છે.
ડિકલ રાઈઝેશન: આ પ્રક્રિયામાં ફોસ્ફરિક એસિડ, ફોસ્ફિરિક પેટા ઓકસાઈડ, કેલ્શિયમ હાઈડ્રોક્સસાઈડ આ ત્રણેયની પ્રક્રિયા ભેગી કરવામાં આવે. ફો. પેટાઓકસાઈડ(P2O5) પ્રલયકારી ગેસ છે. આમાંથી બનતા ફટાકડા ઉપર પ્રતિબંધ છે. આના ધુમાડાના કારણે મોઢું અને જડબું લાલ થઈ જતું. આવી અનેક પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાં સલ્ફયુરિક એસિડ, હાઈડ્રોક્લોરિક એસિડ, હાર્ડનિંગ એજન્ટ, જંતુનાશક દવાઓ, એન્ટિ ફોર્મિંગ એજન્ટસ, ફલોટેશન, કલેરિફાયર વપરાય છે.
આ ફોસ્ફરિક એસિડને નષ્ટ કરવા માટે શરીરનું કેલ્શિયમ ખોરવાઈ જાય અથવા વધુ પ્રમાણમાં વપરાઈ જાય અને દાંત અને હાડકાંમાંથી કેલ્શિયમ નીકળી જતાં ઓસ્ટિીયોપોરોસિસ નામની બીમારી થાય. હાડકાં નબળાં પડી જાય. ઘણીવાર તો ઊભું રહેવું મુશ્કેલ બની જાય.
આ ફોસ્ફરિક એસિડ આપણા શરીરમાં સોફ્ટ-ડિં્રક્સ, કોલ્ડ-ડ્રિંક્સ, સોડા-ફોન્ટ્સ શરબતો, ચોકલેટ, કેંડીઝ, બિસ્કિટ, આઈસ્ક્રીમ ખાઈએ ત્યારે અપ્રત્યક્ષ રીતે પેટમાં જતું જ હોય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા અર્સેનિક (સોમલ), સીસા જેવા ધાતુ, સીસુ, તાંબુ, તેમ જ કેડિયમ, પારા જેવી ધાતુને પણ સફેદ ખાંડમાં નાખવાની છૂટ આપેલ છે. તેમ જ હર્બિસાઈડ્સ, ફંગસાઈડ્સ, પેસ્ટીસાઈડ્સ અને ઈન્સેક્ટિસાઈડ્સને પણ છૂટ આપેલ છે.
લિવરમાં સાકરથી ફોસ્ફોરિલેશનની પ્રક્રિયાથી તે પોલીસેકરાઈડ્સ, મેનોઝ, ફ્રૂકટોઝ, ગ્લુકોઝ વગેરેને ઝડપથી ગ્લાઈકોલીઝ થઈને લોહીમાં ભેળવી દે છે અને હાઈપરગ્લેસેમિયા થઈ જાય છે. ડાયાબિટીસવાળા જેટલું ઈન્સ્યુલિન લીધા કરે તેટલું હાઈપરગ્લોરોમિયા વધ્યા કરે અને ડાયાબિટીસમાંથી છુટકારો ન મળે. એડ્રિનલગ્રોથ થાકી જાય અથવા ખરાબ થઈ જાય ત્યારે મનોવિકાર, સિઝોફેનિયા ડિપ્રેશન, આત્મવિશ્ર્વાસ નષ્ટ થઈ જાય.
આમ આ સફેદ સાકરમાં કોઈ પોષક તત્ત્વો નથી પણ તે મહત્ત્વનાં પોષક તત્ત્વોને શરીરમાંથી શોષી તેનો નાશ કરે છે. શરીરમાં ઊર્જા માટે કાર્બોહાઈડ્રેટ્સમાં શર્કરાનું યોગદાન મુખ્ય છે પણ આવા ઘાતક રસાયણ કે કીટનાશક રસાયણયુક્ત સાકર ખાવી હિતકર નથી.
લંડન મેડિકલ કૉલેજના હૃદયરોગના પ્રસિદ્ધ નિષ્ણાત ડૉ. લુઈકિન પ્રાય: હૃદયરોગ માટે ખાંડને જવાબદાર માને છે.
બટેકા, ભાત, રતાળુ, શિંગોડા, બીટ જેવા સ્ટાર્ચ (કાર્બોહાઈડ્રેટ્સ)થી શરીરમાં બનતી પ્રાકૃતિક સાકર લોહીમાં સફેદ ખાંડ જેવી ઝડપે જ પહોંચતી નથી. આ કામ બહું જ ધીમી ગતિથી થાય છે. તેથી ઈન્સ્યુલિનની પણ ભારી માત્રામાં અને ઝડપી ગરજ પડતી નથી. પરિણામે સ્વાદુપિંડ (પેન્ફ્રિયાસ), એડ્રેનલ ગ્લેન્ડ્સ, પિટ્પુટરી અને થાઈરીઈડ ગ્લેન્ડ્સ પણ થાકતી નથી. આપણું શરીર અન્નનું પાચન કરીને ત્રણ-ત્રણ પ્રકારે સ્ટાર્ચથી સાકર બનાવવાનું સામર્થ્ય ધરાવે છે તો આવી ઘાતક રસાયણવાળી કારખાનામાં બનતી સાકરની જરૂર શું છે?
લોકોનો પ્રશ્ર્ન એ છે કે સફેદ ખાંડ બંધ કરીએ તો લગ્ન, ઉત્સવ, વારતહેવારોમાં મીઠાઈ કેવી રીતે બનાવીએ. મારું કહેવું એ છે કે સફેદ ખાંડ સિવાય બજારમાં ઘણા પ્રકારનાં ગોળ અને ખાંડ મળે છે. ત્યાં આપણી નજર પહોંચી નથી અને જાણતા પણ નથી. આ વિશે જ્યારે હું વાત કરું છું તો લોકોને નવાઈ લાગે છે. આટલાં વર્ષોથી આપણાં ભારતનાં અલગ અલગ રાજ્યોમાં પ્રાકૃતિક સાકર અને ગોળ મળે છે. જેવા કે નારિયેળનો ગોળ-સાકર, જે સાઉથનાં રાજ્યોમાં બને છે. બંગાળમાં ખજૂરનો ગોળ, સાકર અને લિક્વિડ ગોળ (રસ), ગોવામાં તાડગોળ, માડગોળ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નીરાગોળ, (સફેદ-બ્રાઉન બન્ને).
થાઈલેન્ડમાં નારિયેળનો ગોળ-સાકર પુષ્કળ પ્રમાણમાં બને છે. શ્રીલંકામાં લંકન ગોળ પ્રખ્યાત છે. દુબઈમાં ખજૂરનો રસગોળ (date surup) મળે છે. દાડમનો રસ(Pomegrante Malasses) જેને Dibs Ar rumman કહે છે. જે આરબદેશોમાં મળે છે. આ દાડમનો રસગોળ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ.
આ પ્રાકૃતિ ચિકિત્સાનું સફેદ ખાંડ ન ખાવાનું તત્ત્વ સમજવું મુશ્કેલ લાગતું હોય તો એલોપેથી ડૉક્ટરને જઈને પૂછો કે ડાયાબિટીસ વધી ગયો હોય (શરીરમાં સાકરનું પ્રમાણ વધી ગયું) તો માણસનું ઑપરેશન શા માટે કરતા નથી? કારણ સુગર વધી જાય તો ઑપરેશન કર્યા પછી જે ટાંકા લેવા પડે તેમાં રૂઝ ન આવે (ઘા ન રૂન્ડાય) તો ગેંગરિન જેવી મુશ્કેલી થાય, ઘામાં કીડા પડે. તેની માટે સાકર જવાબ દાર છે.
પ્રત્યક્ષરીતે તો ચા-કૉફીમાં એક કે બે ચમચી, શરબતમાં, કચૂંબરમાં, દાળ-શાકમાં, ફરસાણમાં નાખીએ છીએ. દૂધમાં પણ સાકર નાખીને બાળકોને પીવડાવીએ છીએ. આમ સાકર ખાઈ-ખાઈને શરીરને ડબ્બો બનાવી દઈએ છીએ.
ખાંડ માત્ર ગળપણ છે. વિટામિનની દૃષ્ટિએ તે માત્ર કચરો જ છે. ખાંડ ખાવાથી લોહીનું કોલ્સ્ટ્રોરોલ વધી જાય છે, જેને કારણે રક્તવાહિનીઓની દીવાલ જાડી થઈ જાય છે. પરિણામે લોહીનું દબાણ (B.P) તેમ જ હૃદયરોગની ફરિયાદો ઊભી થાય છે. જાપાની ડૉક્ટરે ૨૦ દેશોમાં સંશોધન કરીને જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં હુબસી, મસાઈ તેમ જ સુંબરૂ જાતિના લોકોમાં હૃદયરોગનું કે ડાયાબિટીસનું નામ નિશાન નથી કારણ ત્યાં બિલકુલ ખાંડ નથી વાપરતા. પ્રો-લિડા કલાર્ક કહે છે કે સફેદ ખાંડ એક પ્રકારનો નશો છે અને શરીર પર ઊંડી ગંભીર અસર ઊપજાવે છે.
ઘણા બુદ્ધિજીવીનું કહેવું છેકે સફેદ ખાંડને ચમકદાર બનાવવા માટે ચૂનો, કાર્બન અલ્ટ્રામરિન બ્લુ તથા જાનવરોનાં હાડકાંનું ચૂણ પણ ઉપયોગમાં લેવાય છે. તેના પ્રોટીનનો નાશ પામે છે અને તે અમૃત મટીને ઝેર બને છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.