આકસ્મિક પલ્ટો: સોનાચાંદી નિરસતા ખંખેરી આગળ વધ્યા, રૂપિયો ૩૬ પૈસા તૂટ્યો

વેપાર વાણિજ્ય

મુંબઇ: સ્થાનિક ઝવેરી બજારમાં બુલિયન બજારમાં ભાવતાલમાં આકસ્મિક પલ્ટો જોવા મળ્યો હતો. ગુરુવારે પ્રારંભિક સત્રમાં નિરસ હવામાન જોવા મળ્યું હતું. લેવાલીનો પર્યાપ્ત ટેકો ન મળવાથી સોનાચાંદીના ભાવમાં ખૂલતા બજારમાં પીછેહઠ જોવા મળી હતી. પ્રારંભિક સત્રમાં સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૫૨,૦૦૦ની સપાટીની લગોલગ આવી પહોંચ્યું હતું. પાછળથી નવેસરની લેવાલીનો ટેકો મળતા બજારનું ચિત્ર પલટાયું હતું અને બંને કિમતી ધાતુના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. વાયદા બજારમાં સટોડિયાઓની વેચવાલી નીકળતાને કારણે ઓક્ટોબર ડિલિવરીનો વાયદો દસ ગ્રામે રૂ. ૪૪ના ઘટાડા સાથે રૂ. ૫૨,૧૯૭ બોલાયો હતો અને તેને કારણે હાજર બજારનું માનસ પણ ખરડાયું હતું. વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયો ૩૬ પૈસા ગબડીને ૭૯.૬૧ની સપાટીએ પહોંચ્યો હોવાના પ્રારંભિક અહેવાલ હતા. અહીં ૯૯૯ ટચની શુદ્ધતા ધરાવતું શુદ્ધ સોનું તેના રૂ. ૫૨,૩૪૮ પ્રતિ દસ ગ્રામના પાછલા બંધ સામે રૂ. ૧૨૪ના ઘટાડા સાથે રૂ. ૫૨,૨૨૪ની સપાટીએ ખૂલ્યુું હતું. જોકે, અંતે રૂ. ૧૧૨ના સુધારા સાથે રૂ. ૫૨,૪૬૦ની સપાટીએ પહોંચ્યું હતું. એ જ રીતે, ૯૯૫ ટચની શુદ્ધતા ધરાવતું સ્ટાન્ડર્ડ સોનું તેના રૂ. ૫૨,૧૩૮ પ્રતિ દસ ગ્રામના પાછલા બંધ સામે રૂ. ૧૨૩ના ઘટાડા સાથે ખુલતા સત્રમાં રૂ. ૫૨,૦૧૫ની સપાટીએ પહોંચ્યું હતું અને અંતે રૂ. ૧૧૨ના સુધારા સાથે રૂ. ૫૨,૨૫૦ની સપાટીએ સ્થિર થયું હતું.
ચાંદીમાં સત્રની શરૂઆતમાં લેવાલીનો પર્યાપ્તચ ટેકો નહોતો પરંતુ તેમાં મક્કમ વલણ જોવા મળ્યું હતું. સ્થાનિક ઝવેરી બજારમાં .૯૯૯ ટચની હાજર ચાંદીનો ભાવ રૂ. ૫૮,૪૪૪ના પાછલા બંધ સામે ખૂલતા સત્રમાં આઠ રૂપિયાના ઘસરકા સાથે રૂ. ૫૮,૪૩૬ની સપાટીએ ખૂલ્યું હતું. જોકે, સત્રને અંતે તે કિલોદીઠ રૂ. ૨૫૬ના ઘટાડા સાથે રૂ. ૫૮,૭૦૦ની સપાટીએ પહોંચી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.