ઝારખંડમાં પિતાએ પુત્રો સાથે મળી ઉતારી પુત્રીને મોતને ઘાટ
ઝારખંડના ચાઈબાસા જિલ્લામાં એક પિતાએ પોતાના પુત્રો સાથે મળીને પોતાની જ પુત્રીની હત્યા કરી નાખી હોવાનો સમસનીખેજ મામલો પ્રકાશમાં આવ્યો છે. મામલાની માહિતી મળતાં પોલીસે પિતા અને તેના બંને પુત્રોની ધરપકડ કરી હતી. ચાઈબાસાના એસપી આશુતોષ શેખરે ઘટનાની પુષ્ટિ કરી છે. ઘટના જિલ્લાના ચક્રધરપુર વિસ્તારની છે. ચાઈબાસાના એસપીએ સમાચારનું સમર્થન કરતા કહ્યું હતું કે આરોપી પિતા મુસ્તફા અહેમદ અને તેના બે પુત્રોએ મળીને 20 વર્ષની સાદિયા કૌસરની હત્યા કરી હતી. મળતી માહિતી મુજબ મુસ્તફા અહેમદે પુત્રીને રાત્રે તેના બોયફ્રેન્ડ સાથે વીડિયો કોલ પર વાત કરતા જોઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, એસપી આશુતોષ શેખરે સોમવારે જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે 9 અને 10 ફેબ્રુઆરીની રાતથી 20 વર્ષની છોકરી ગુમ છે. માહિતી મળ્યા બાદ અમે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન યુવતીના ઘરેથી જ તેનો ફોન મળી આવ્યો હતો. તપાસ દરમિયાન 13 ફેબ્રુઆરીના રોજ એક કુવામાંથી છોકરીની લાશ પણ મળી આવી હતી.
ચાઈબાસા એસપીએ જણાવ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે છોકરીના પિતા મોહમ્મદ મુસ્તફા અહેમદે તેમની પુત્રીને એક છોકરા સાથે ફોન પર વીડિયો કોલ કરતી પકડી હતી. આ પછી મુસ્તફાએ તેના બે પુત્રો સાથે મળીને પુત્રીની મારપીટ કરી હતી. આ દરમિયાન યુવતી બેહોશ થઈ ગઈ હતી.
મુસ્તફા અને તેના પુત્રોએ વિચાર્યું હતું કે સાદિયા કૌસર મૃત્યુ પામી છે, તેથી તેઓએ છોકરીની લાશ ઘર પાસેના કુવામાં ફેંકી દીધી હતી.