Homeટોપ ન્યૂઝસમુદ્રમાં દેશની તાકાત વધારશે સાઈલન્ટ કિલર શાર્ક...

સમુદ્રમાં દેશની તાકાત વધારશે સાઈલન્ટ કિલર શાર્ક…

સાઈલન્ટ કિલર તરીકે ઓળખાતી INS વાગીર સબમરીનને આજે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી અને આ સબમરીનને કારણે સમુદ્રમાં ભારતની તાકાત ચોક્કસ જ વધશે. પ્રોજેક્ટ -75ની ફ્રેન્ચ સ્કોર્પિયન ડિઝાઈ અને એડવાન્સ ટેક્નોલોજીથી સજ્જ આ સબમરીન એક જ ઝાટકે દુશ્મનોનો ખાતમો બોલાવવા માટે સક્ષમ છે.
ભારતીય બનાવટની મઝગાંવ ડોક ખાતે બનાવવામાં આવેલી આ સબમરીન કલવારી વર્ગની પાંચમી સબમરીન છે અને મઝગાવ ડોક શિપબિલ્ડર્સ લિમીટેડ નામની સ્વદેશી કંપનીએ આ સબમરીનનું નિર્માણ કર્યું હતું. ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ 75 પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધી કલાવરી વર્ગની ચાર સબમરીન પહેલાંથી જ નૌકાદળમાં કમિશન્ડ છે
સોમવારે નૌકાદળના કાફલામાં આઈએનએસ વાગીર સબરમરીન દાખલ થઈ અને નિષ્ણાતો આ સબમરીનને સાઈલન્ટ કિલર શાર્ક તરીકે પણ ઓળખે છે. દુશ્મનોને ધૂળ ચટાડવામાં અને હુમલો કરવા માટે આ સબમરીન એકદમ સજ્જ છે. દુશ્મનને ગંધ પણ નહીં આવે અને આ સબમરીન દુશ્મન પર હુમલો કરશે.
આ એક આધુનિક ડિઝલ-ઈલેક્ટ્રિક એટેક સબમરીન છે. આઈએનએલ વાગીર સમુદ્રમાં ભૂસુરંગ કરવા માટે પણ સક્ષમ છે. સમુદ્રમાં 350 મીટર સુધી નીચે જવાની ક્ષમતા ધરાવનારી આ સબમરીન સ્ટેલ્થ ટેક્નોલોજીથી સજ્જ છે એટલે દુશ્મનોને સરળતાથી તેની હાજરીની જાણ થશે નહીં.
વાગીર એ સંપૂર્ણપેણે સ્વદેશી સબમરીન છે અને આ સબમરીન દુશ્મનોને શોધીને તેનો ખાતમો બોલાવી દે છે. એટલું જ નહીં, આ સબમરીનની સૌથી મોટી વિશેષતા એટલે તે દુશ્મનોના રડારમાં નહીં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular