શ્ર્લોક: फलं स्वेच्छा लभ्यं, प्रतिवनभखेदं क्षितिरुहाम्
पयः स्थानेस्थाने शिशिर मधुरं पुळ्य सरिताम् ॥
मृदुस्पर्शा राप्या सुललित लता पल्लवमयी
सहन्ते संतापं तदपि धनिनां द्वारि कृपणाः ॥10॥
– સુભાષિત સંગ્રહ
—
ભાવાર્થ
દરેક વનમાં ઋતુ પ્રમાણે વૃક્ષોના ફળો ઈચ્છા મુજબ મળી રહે છે. જેથી ભોજનની વ્યવસ્થા થઈ, તેમજ દરેક જગ્યાએ નદીઓનું વહેતું ઠંડુ અને મીઠું મધુર પાણી પણ ઈચ્છા મુજબ મળી રહે છે. જેથી પાણી પીવાની વ્યવસ્થા થઈ, હવે દરેક વનમાં વૃક્ષોના નીચે છાંયડામાં કોમળ સ્પર્શવાળી વેલીઓ, લતાઓ અને પાંદડાઓની પથારી પણ ઈચ્છા મુજબ મળી રહે છે. જેથી સુવાની વ્યવસ્થા થઈ. આ બધી વ્યવસ્થા કુદરતી રીતે હોવા છતાં અજ્ઞાની માણસો ધનવાનોના દરવાજે અનેક પ્રકારનાં સંકટો સહન કરે છે. અસ્તુ
– આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઈ પ્રહલ્લાદજી વ્યાસ (ટીન્ટોઈ)