PAK vs AFG: પાકિસ્તાની ખેલાડીએ ગ્રાઉન્ડ પર કરી હદ પાર, ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે #BanAsifAli

દેશ વિદેશ સ્પોર્ટસ

એશિયા કપ 2022ની બુધવારે રમાયેલી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. પાકિસ્તાન અને અફ્ઘાનિસ્તાન વચ્ચેની મેચમાં પાકિસ્તાને એક વિકેટથી મેચ જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. છેલ્લી ઓવર્સ દરમિયાન બંને ટીમો વચ્ચે તણાવના વાતાવરણ વચ્ચે બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ગરમાગરમી થઈ હોવાનું પણ જોવા મળ્યું હતું.
વાત જાણે એમ છે કે 18 ઓવર સુધી પાકિસ્તાન સાત વિકેટ ગુમાવી ચૂક્યું હતું. ત્યારે પાકિસ્તાન માટે આશાનું છેલ્લું કિરણ આસિફ અલી હતો. તે આઉટ થયા બાદ અફ્ઘાની પ્લેયર ફરીદે આસિફની સામે ખુશી વ્યક્ત કરી, જે બાદ અલી ભડકી ગયો હતો અને મેદાન પર ફરીદને ધક્કો મારી દીધો હતો.

નોંધનીય છે કે મેદાન પર કોઈપણ ખેલાડીને તેની સામે રમતી ટીમના ખેલાડી પર હાથ ઉપાડવાની મંજૂરી નથી હોતી. કહેવાઈ રહ્યું છે કે આસિફ અલીની આ હરકતને કારણે આઈસીસી દ્વારા બેન લગાવવામાં આવી શકે છે અને તેની સાથે દંડ પણ ફટકારી શકે છે. જોકે, આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.