ભિલોડાના જેશીંગપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ નદી પાર કરીને જાય છે

આપણું ગુજરાત

ભિલોડા: ગતિશીલ ગુજરાતમાં હજુ પણ ઘણા ગામો એવા છે કે જ્યાં વિકાસ પહોંચ્યો નથી અને વિદ્યાર્થીઓ આમ જનતા તમામને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભિલોડા તાલુકાના જેશીંગપુર દામા ફળિયાની જેશીંગપુર ગામ અને જેશીંગપુર દામાં ફળિયા વચ્ચે એક નદી આવે છે ત્યારે જેશીંગપુર દામાં ફળિયાના ૫૦ ઘરની વસ્તીના લોકો અને નાના-મોટા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શાળા કૉલેજમાં જવા માટે આ બે ગામ વચ્ચે આવેલ નદી પાર કરી જવું પડે છે. ચોમાસાના સમયે નદીમાં ભારે પાણી આવી જાય છે ત્યારે વિદ્યાર્થીઓને અવરજવર બંધ થઈ જાય છે જ્યાં સુધી કમર સુધી પાણી હોય ત્યાં સુધી વાલીઓ વિદ્યાર્થીઓને પકડીને જોખમ ખેડી લઈ જાય છે પણ વધારે પાણી આવી જાય ત્યારે અભ્યાસ માટે જઈ શકાતું નથી. અને વિદ્યાર્થીઓને ચોમાસાના ચાર માસ અભ્યાસથી વંચિત રહેવું પડે છે અથવા તો આગળના બીજા ગામમાં ૧૦ કિલોમીટર ફરીને જવું પડે છે જે પરવડે એમ નથી. જેથી જેશીંગપુર અને જેશીંગપુર દામાં ફળિયા વચ્ચે આવેલ નદી પર પુલ બનાવવામાં આવે એવી વિદ્યર્થીઓ ની માગ છે.
જેશીંગપુર દામાં ફળિયાના ૫૦ ઘરના ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ ગ્રામજનોને દૂધ ભરવા માટે દૂધ ડેરી પણ જેશીંગપુર ગામમાં છે.સેવા મંડળી પણ સામે ગામ છે. એ સિવાય ભિલોડા શામળાજી જવું હોય, બીમારી સમયે દર્દીને લઈ જવો હોય કે અન્ય ખેતીવાડીને લાગતું કામકાજ હોય તો પણ નદી અવશ્ય પસાર કરવી જ પડે તેવી સ્થિતિ છે. જેથી જેશીંગપુર પાસે આવેલ નદી પર પુલ બનાવવામાં આવે એવી સ્થાનિક લોકોની માગ છે. ભિલોડા તાલુકાના જેશીંગપુર ગામના રહેવાસીઓએ જણાવ્યું હતું કે સત્વરે આ નદી પર પુલ બનાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામા આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.