ચંદીગઢની શાળામાં મોટી દુર્ઘટના! મહાકાય વૃક્ષ ધરાશાયી થતા એક બાળકનું મોત, અનેક ઘાયલ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Chandigarh: ચંદીગઢની એક શાળામાં મોટી દુર્ઘટના સર્જાઇ છે, જેમાં વૃક્ષ ધરાશાયી થતા અનેક બાળકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં એક બાળકનું મૃત્યુ પણ થયુ છે. આ દુર્ઘટના એ વખતે સર્જાઇ જયારે બાળકો લંચ ટાઇમમાં વૃક્ષની નીચે રમી રહ્યા હતા. ઘાયલ બાળકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના ચંદીગઢ સેક્ટર-9 સ્થિત કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલની છે. ધરાશાયી થયેલા પીપળાનું ઝાડ 250 વર્ષ જૂનુ અને 70 ફૂટ ઈંચુ હતું. ઘટનાની જાણ થતા જ વાલીઓ સ્કૂલમાં દોડી આવ્યા હતા અને ગેટ પર હોબાળો કરી મૂક્યો હતો.

આ ઘટના અંગે દુખ વ્યકત કરતા ચંદીગઢના સાંસદ કિરણ ખેરે ટ્વીટ કરીને કહ્યું હતું કે કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલ ચંદીગઢમાં આજે એક વૃક્ષ ધરાશાયી થવાના સમાચાર મળ્યા છે. વૃક્ષ પડવાથી દુર્ઘટનામાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. હું પ્રશાસનના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું. ઇશ્વરને પ્રાર્થના કર છું કે ઘાયલ વિદ્યાર્થીઓ જલદી સ્વસ્થ થઇ જાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.