ચીનના દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં જોરદાર ભૂકંપ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ચીનના સિચુઆન પ્રાંતના પશ્ચિમમાં પર્વતીય વિસ્તારમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો હતો, અવી ચીનના ધરતીકંપ નેટવર્ક સેન્ટરે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, સિચુઆનની રાજધાની ચેંગડુથી લગભગ 180 કિમી (111 માઇલ) દક્ષિણપશ્ચિમમાં લુડિંગ શહેરમાં 16 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર સ્થિત હતું. લુડિંગમાં, ભૂકંપ એટલો જોરદાર હતો કે કેટલાક લોકો માટે ઊભા રહેવું મુશ્કેલ હતું જ્યારે કેટલાક મકાનો પર તિરાડો દેખાઈ હતી. લોકોને પણ ભૂકંપની તીવ્રતાનો અનુભવ થયો હતો અને તેઓ પોતાના ઘરની બહાર દોડીને આવી ગયા હતા. મિનિટો પછી, લુડિંગ નજીક યાન શહેરમાં 4.2ની તીવ્રતા સાથેનો બીજો ભૂકંપ આવ્યો હતો. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
સિચુઆનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંતમાં ભૂકંપ સામાન્ય છે, ખાસ કરીને પશ્ચિમના પર્વતો, ક્વિંગહાઈ-તિબેટીયન ઉચ્ચપ્રદેશની પૂર્વ સીમાના વિસ્તારો ટેક્ટોનિકલી સક્રિય વિસ્તાર છે.
એપ્રિલ 2013 પછી સિચુઆનનો આ સૌથી મોટો ભૂકંપ હતો. એ સમયે યાન શહેરમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એ ભૂકંપમાં 100 થી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.