ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં હડતાળ: ફાયર વિભાગના આદેશના વિરોધમાં આવતી કાલે 40 હજારથી વધુ ડોક્ટરો હડતાળમાં જોડાશે

આપણું ગુજરાત

Ahmedaad: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયર વિભાગ દ્વારા તમામ ખાનગી હોસ્પિટલને આદેશ અપાયા હતા કે ICU વોર્ડને ગ્રાઉન્ડફ્લોર પર રાખવામાં આવે અને ગ્લાસ ફસાડ દૂર કરવામાં આવે. આ આદેશને લઈને ડોકટરોમાં રોષ ફેલાયો છે. આ આદેશનો વિરોધ કરવા આવતીકાલે શુક્રવારે 22 જુલાઈના રોજ ગુજરાતની ખાનગી હોસ્પિટલો હળતાળ પર ઉતરશે. ગુજરાતના 40 હજારથી વધુ ડોક્ટરો હડતાળને સમર્થન આપશે.
હળતાળને લઈને ખાનગી હોસ્પિટલોએ OPD અને ઈમર્જન્સી સેવા પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હોવાથી શુક્રવારે ગુજરાતના દર્દીઓએ ખાનગી હોસ્પિટલે જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. દર્દીઓને સરકારી હોસ્પિટલ અથવાતો સંસ્થા દ્વારા સંચાલિત હોસ્પિટલ જવા કહેવામાં આવ્યું છે. જે દર્દીઓ પહેલાથી જ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે તેમની સારવાર પર કોઈ અસર થશે નહિ. પરંતુ આં હળતાળને લઈને લઈને 30 હજારથી વધુ પૂર્વ આયોજિત સર્જરી અટકી જશે.
અમદાવાદ મેડિકલ એસોસિયેશનનાં પ્રમુખ ડોક્ટર દિલીપ ગઢવીએ ફાયર વિભગના આદેશનો વિરોધ કરત કહ્યું હતું કે માત્ર ગુજરાતમાં નહીં પણ વિશ્વમાં ક્યાંય પણ ICU ગ્રાઉન્ડ ફ્લોર પર નથી. ICU ગ્રાઉન્ડ પર ના હોય એના અનેક કારણો છે. જો ICU ગ્રાઉન્ડ ફ્લોર પર હોય તો દર્દીને ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે. દર્દીઓના સગા અને OPDમાં આવતા દર્દીઓની અવરજવર લીધે દર્દીને અપાતી સારવારમાં પણ મુશ્કેલી થશે. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં પણ ICU માટે ગ્રાઉન્ડ ફ્લોર પર નથી, બીજા, ત્રીજા અને ચોથા માળે ICU આવેલા છે. કોર્પોરેશન પાસે તમામ હોસ્પિટલના ડેટા છે. છતાંય કોર્પોરેશન તમામ હોસ્પિટલના ફરી હેરાન કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.