Homeદેશ વિદેશરખડતા શ્વાનોનો આતંક, બે સગા ભાઈઓને મારી નાખ્યાં

રખડતા શ્વાનોનો આતંક, બે સગા ભાઈઓને મારી નાખ્યાં

રાજધાની દિલ્હીમાં રખડતા શ્વાનોએ બે સગા ભાઈઓને મારી નાખ્યા છે. આ ભયાનક ઘટના દિલ્હીના વસંત કુંજ વિસ્તારની સિંધી કોલોનીમાંથી બની છે. આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે રખડતા શ્વાનોએ બંને ભાઈઓને અલગ-અલગ દિવસે નિશાન બનાવ્યા હતા. બંને ભાઈઓએ શ્વાનોના હુમલામાં જીવ ગુમાવ્યો છે. આ ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ છે. મળતી માહિતી અનુસાર, પહેલો કેસ 10 માર્ચની બપોરે 3 વાગ્યાની આસપાસનો છે. આ પહેલા પરિવારે વસંત કુંજ દક્ષિણ પોલીસ સ્ટેશનમાં બાળકના ગુમ થવાની ફરિયાદ આપી હતી. આ બાબતને ધ્યાને લઇ પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. જ્યારે પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને જંગલમાં તપાસ શરૂ કરી તો લગભગ બે કલાક બાદ પોલીસને બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને બાળકીના શરીર પર ઘણા નિશાન જોવા મળ્યા હતા. મૃતક બાળકનું નામ ચંદન હતું, જે 7 વર્ષનો હતો.

જ્યારે પોલીસે આજુબાજુની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે જંગલ વિસ્તારની અંદર ઘણા રખડતા શ્વાનો રહે છે, જે આ વિસ્તારના બકરા અને ભૂંડ પર હુમલો કરે છે. બાદમાં એફએસએલની ટીમ અને ક્રાઈમ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કેટલાક લોહીના નમૂના લીધા હતા, ત્યારબાદ પોલીસે 302 હેઠળ કેસ નોંધ્યો હતો. બીજી ઘટના 12 માર્ચે બની હતી પહેલી ઘટનાને બે દિવસ પણ વીત્યા નથી કે 12 માર્ચે સવારે 8 વાગ્યાની આસપાસ મૃતક ચંદનના નાના ભાઈ પર પણ કૂતરાઓએ હુમલો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે 5 વર્ષનો આદિત્ય સવારે લગભગ 8 વાગ્યે જંગલમાં તે જ જગ્યાએ શૌચ કરવા ગયો હતો. તે જ સમયે જંગલમાં રખડતા શ્વાનોએ આદિત્ય પર હુમલો કર્યો. આદિત્ય અવાજ કરવા લાગ્યો.

તે સમયે પોલીસકર્મીઓ જંગલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા અને મામલાની તપાસ કરવા માટે વિસ્તારમાં આવ્યા હતા. અવાજ સાંભળીને તેઓએ બાળકને ત્યાંથી બચાવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જેણે બાદમાં ઈજાઓને કારણે દમ તોડ્યો હતો. હાલ પરિવારજનોએ બંને બાળકોના અંતિમ સંસ્કાર કર્યા છે. બીજી તરફ આ ઘટનાઓ બાદ જંગલમાં રખડતા શ્વાનોને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર અત્યાર સુધીમાં 10થી વધુ શ્વાનોને પકડવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular