આજે લોકોને બધું જ ફાસ્ટ જોઈએ, ફાસ્ટ પ્રોગ્રેસ, ફાસ્ટ મની, ફાસ્ટ સક્સેસ, ફાસ્ટ લાઈફસ્ટાઈલ…લોકો એટલા બધા ફાસ્ટ બની ગયા છે કે તેમને ફૂડ ફાસ્ટ (જંક)ફૂડ જ જોઈએ. ઘણી વખત સમયના અભાવને કારણે તો ઘણી વખત બસ માત્ર દેખાદેખીને કારણે લોકો જંકફૂડ ખાય છે. તેમ છતાં આપણી આસપાસમાં અનેક લોકો એવા પણ છે કે જેઓ સાદું ભોજન જ આરોગવાનું પસંદ કરે છે. હાલમાં મહિલા અને પુરુષની ખાણી-પીણીને લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
આપણે દુનિયાના છેડે જઈએ કે પછી કોઈ પણ જાતિ કે ધર્મ હોય પરંતુ આપણને કમ્ફર્ટ ફૂડ ખાવાથી હંમેશા એક જેવો જ અનુભવ થાય છે. કમ્ફર્ટ ફૂડ એટલે એવા પ્રકારનું ભોજન કે જે ખાઈને આપણા પેટને તૃપ્તિનો અહેસાસ તો થાય જ છે, પણ તેની સાથે સાથે મનને પણ તૃપ્તિનો અહેસાસ થાય છે. જેવો દેશ એવો વેશ એ ન્યાયે દરેક દેશની સંસ્કૃતિ અને વાતાવરણના આધારે અલગ-અલગ પ્રકારના કમ્ફર્ટ ફૂડ હોય છે.
યુનિવર્સિટી ઓફ સાઉથ કેરોલિના દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું હતું અને તેમાં એવું જાણવા મળ્યું હતું કે જ્યારે જીવનમાં ઘણી ઉથલપાથલ થતી હોય છે ત્યારે લોકોનો મગજ બરાબર કામ કરતું નથી. આવા સમયે લોકો એવું કંઈક ખાવાનું પસંદ કરે છે કે જે તેમણે પહેલાં ક્યારેય ખાધુ ના હોય. એથી વિપરીત જ્યારે જીવનમાં વધુ સ્થિરતા હોય છે, ત્યારે લોકો લોકપ્રિય બ્રાન્ડનો ખોરાક ખાવાનું પસંદ કરે છે. તેમને નવી શક્યતાઓ શોધવામાં પણ મદદરુપ થાય છે.
ઉત્સવના વાતાવરણમાં પુરુષો વધુ આરામદાયક ખોરાક ખાવાનું પસંદ હોય છે. જ્યારે મહિલાઓ તણાવમાં કમ્ફર્ટ ફૂડ ખાય છે. આ પછી તેઓ ગિલ્ટનો પણ અનુભવ કરે છે. મહિલાઓ વધારે ખુશ નથી થતી. ભારતમાં લોકો આરામદાયક ખોરાક તરીકે ખીચડી ખાવાનું સૌથી વધુ પસંદ કરે છે. એટલું જ નહીં પણ લોકો કમ્ફર્ટ ફૂડ ફૂડ ખાઈને સંબંધોમાં જોડાયેલા અનુભવે છે. તેમનામાં સ્વભાવની લાગણી વધે છે. અમેરિકામાં લોકો એક સાથે કમ્ફર્ટ ફૂડ ખાવામાં સલામતી અનુભવે છે.જો કે, તેની અસરો પણ ભૂતકાળ પર આધાર રાખે છે…
લો બોલો! પુરુષોને ખુશીમાં આ અને મહિલાને સ્ટ્રેસમાં આ છે ખાવાનું પસંદ
RELATED ARTICLES