સિયાના ગામમાં ઓલિવ પ્રેસની વાર્તાઓ…

વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકી

બધી તરફ જરા ધ્યાન જાય એ રીત્ો જરા વધુ પડતી ઝડપ્ો દુનિયા બદલાઈ રહી છે. પોલિટિકલ કારણોસર કે પછી પોસ્ટ કોરોના વર્લ્ડમાં સૌથી પહેલી બાબત પર ધ્યાન એ જાય છે કે ભાવ વધી રહૃાા છે અન્ો સામે વેલ્યુ ઘટી રહી છે. લાઇટના ભાવ ઘણાં ડેસ્ટિન્ોશન પર તો બમણા થઈ ગયા છે, અન્ો સામે પ્રવાસનો અનુભવ ભીડ અન્ો અવગડની શક્યતાવાળો બનતો જાય છે. યુરોપમાં આ સમરમાં ઇન્સ્ટાગ્રામ ફોટોગ્રાફસ તો હજી એ જ ચમકતા દેખાય છે, પણ એ ડેસ્ટિન્ોશન પર પહોંચવા માટે ફલાઇટ પકડવા સહેજેય પાંચ કલાક એડવાન્સમાં પહોંચવું પડે છે. એરપોર્ટ કેઓસ અન્ો માંડ બ્ો વર્ષ પછી ટ્રાવેલ શક્ય બન્યું હોવાથી, સ્કૂલ વેકેશનમાં જાણે આખી દુનિયા બહાર નીકળી પડી હોય ત્ોવું લાગ્ો છે. આ વર્ષે લાઇફમાં નવી ઇ-બાઇકની એન્ટ્રી થઈ છે. યુરોપનાં ઘણાં સ્થળોએ ટ્રેઇન કે પ્લેન લીધા વિના લાંબા સાઈકલના પ્રવાસનું આયોજન થઈ રહૃાું છે. એવામાં રોડોસની લાઇટ અન્ો ટ્રિપ બધી ભીડ પહેલાં સ્પ્રિંગમાં જ કરી ત્ો પણ ઘણો સમજદાર નિર્ણય લાગ્ો છે.
રોડોસની ટ્રિપ ટીયુઆઈની લગ્ોજ સાથેની ટિકિટવાળી હતી, એટલે માણસ દીઠ વીસ કિલો સામાનની છૂટ હતી. એવામાં અમે પોતાનાં કપડાં અન્ો બીચની જરૂરિયાતોની ચીજો સાથે પાછાં જતાં શક્ય એટલું ઓલિવ ઓઇલ લઈ જવાનું જાણે પ્રણ લીધું હતું. દર વખત્ો મર્યાદિત લગ્ોજમાં ઓલિવ ઓઇલ ટેર્સ્ટિંગ કરવા ગયા પછી પણ મન ભરીન્ો ઓઇલ પાછું સાથે નહોતું લાવી શકાતું. આ વખત્ો તો મિત્રો માટે પણ એક ટિન કે બોટલ લાવીશું એવું પ્રોમિસ કરેલું. હવે સામાન એ રીત્ો પ્ોક થયેલો કે પાંચ-છ બોટલથી વધુ ખરીદી થવાની ન હતી. જોકે આમ પણ ઓલિવ ઓઇલ જેટલું તાજું એટલું સારું એટલે ત્ોનો સ્ટોક ભેગો કરીન્ો જૂનું થવા દેવાનું આમ પણ યોગ્ય ન હતું. અમે સાઉથ રોડોસમાં મુક્ત મન્ો થોડા કિલ્લાઓનાં ખંડેરો જોઈન્ો રખડી રહૃાાં હતાં.
જીપીએસની તો છોડો, રસ્તા પર કાગળના નકશાની પણ ભાગ્યે જ જરૂર પડતી હતી. એ જ દરિયાન્ો સંગાથે રસ્તા પર અમે લાડોમિલોસ ઓલિવ ઓઇલ મિલ તરફ જઈ રહૃાાં હતાં. ઓલિવ ઓઇલ મિલ માટે અમારે જરા દરિયાથી દૂર જવું પડ્યું. અહીંના થોડા દિવસમાં સતત દરેક દૃશ્યના બ્ોકગ્રાઉન્ડમાં દરિયો એવી રીત્ો જડેલો રહેતો હતો કે ત્ોના વિના જાણે અમે ક્યાંક બીજે પહોંચી ગયાં હોઇએ એવું લાગતું હતું. લોડોમિલોસનું અમારી પાસ્ો જે એડ્રેસ હતું ત્ો એક નાનકડાં ગામનાં છેવાડે આવેલી એક દુકાનનું લાગ્યું. અંત્ો અમે ત્રણમાંથી એક ફોન ખોલ્યો અન્ો જીપીએસ સાથે ત્યાં પહોંચ્યાં.
બરાબર ગામની મધ્યે એક પાર્કિંગ લોટ હતો. ચારેય તરફ અત્યંત રસપ્રદ બાંધકામ હતાં. એક બાજુ એક ભવ્ય ગ્રીક મંદિર હતું, બીજી તરફ અમારી મિલ, ત્રીજી તરફ એક મ્યુરલવાળું કાફે અન્ો ચોથી તરફ હતો રસ્તો, જ્યાંથી અમે આવ્યાં હતાં. આ બધું એક ટેકરી પર હતું. અન્ો આ ટેકરી ખુદ આસપાસ મોટા પહાડોથી ઘેરાયેલી હતી, એટલે બધી તરફનો વ્યુ તો અનોખો હતો જ. અમે બમણા ઉત્સાહથી ઓલિવ ઓઇલ મિલ પહોંચ્યાં. મિલનો કસ્ટમર માટેનો ફ્રન્ટ પાર્ટ કોઈ કાફેની માફક ડેકોરેટ કરવામાં આવ્યો હતો. અહીં ઘણા રંગોની બિલાડીઓ આંટા મારી રહી હતી. મિલનાં જૂનાં લોખંડનાં ઘણાં સાધનો ડેકોરેટિવ આઇટમો તરીકે ગોઠવવામાં આવેલાં. હજી ટૂરિસ્ટ સીઝન શરૂ નહોતી થઈ એટલે ત્યાં કાફેની ખુરશીઓ ગોઠવેલી ન દેખાઈ.
અમે અંદર પહોંચ્યાં અન્ો અત્યંત સોફિસ્ટિકેટેડ માજીએ અમારું સ્વાગત કર્યું. ત્ોઓ કોઈ ટૂરિસ્ટ ગ્રૂપની રાહ જોઈ રહૃાાં હતાં. ત્ોમણે કહૃાું કે આજે એ ગ્રૂપ ન આવવાનું હોત તો ત્ોણે સ્ટોર કદાચ ખોલ્યો પણ ન હોત. ત્ોમની ભાષા પરથી ત્ોઓ ગ્રીક તો નહોતી જ લાગતાં. ત્ોમનું અંગ્રેજી ફાંકડું હતું પણ પોશ બ્રિટિશ ન હતું. ત્ોઓ ખરેખર ક્યાંની છે ત્ો તો થોડી વાતો થયા પછી જ ખબર પડી. ત્ોઓ મૂળ બ્રિટનમાં ન્યુકાસલનાં છે. સિયાના નામે ગામનાં આ ચોકની બીજી તરફનાં ગ્રીક મંદિર અન્ો ચર્ચમાં જ ત્ોમનાં લગ્ન અત્યંત સ્થાનિક ગ્રીક છોકરા સાથે થયેલાં. અન્ો ત્ોઓ પોતાની લાઈફ સ્ટોરી કહેતાં હતાં બરાબર એ જ સમયે જાણે ડ્રામેટિક ઇફેક્ટ માટે ચર્ચની ઘડિયાળના ટકોરા વાગ્યા. મજાની વાત એ છે કે ત્ોઓ હવે ગ્રીક બોલે પણ છે અન્ો અત્યંત ગ્રીક માહોલમાં ગ્રીક સંસ્કૃતિન્ો રિપ્રેઝન્ટ કરતો બિઝન્ોસ ચલાવે છે તો પણ ત્ોમની વાતોમાં ગ્રીક લોકો ત્ોમન્ો અપનાવી નથી શક્યાં ત્ોની ફરિયાદો પણ હતી. ખરેખર ગોરાઓન્ો પણ માઇગ્રેશનમાં આવા પ્રશ્ર્નો થતા હોય છે ત્ો સાંભળીન્ો લાગ્ો છે કે માણસો કોઈ પણ સ્ટેજ પર જુદાવાડો કરવાનું નથી છોડતાં. એ માજીન્ો આ દુકાન ત્ોમના સસરા વારસામાં આપીન્ો ગયા હતા. બાકી અહીં તો સદીઓથી ઓલિવ પ્રેસ તો હતું જ. મિલનાં ઘણાં ઓલિવ પ્રેસનાં સાધનોની બધાંની પોતાની અલગ હિસ્ટ્રી હતી.
મિલના સ્ટોરમાં દસ્ોક પ્રકારના ઓલિવ ઓઇલના વાડકા સાથે બ્રેડના ટુકડાની બાસ્કેટ પડી હતી. સાથે બીજા એક ટેબલ પર બાલસામિક સોસ, વિન્ોગર અન્ો પ્ોસ્તો ટેસ્ટ કરવા માટેની ગોઠવણી પણ હતી. ત્ોઓ અમન્ો દરેકની ખાસિયત સમજાવતાં ગયાં અન્ો અમે ચાખતાં ગયાં. થોડી જ વારમાં ત્ોમણે બ્રેડ બાસ્કેટ ફરી ભરવી પડી. કોલ્ડ પ્રેસ, અનફિલ્ટર્ડ, એક્સટ્રા વર્જિન ઓલિવ ઓઇલમાં વળી ગાર્લિક ફ્લેવર તો કોઈ જુદી જ દુનિયાનો લાગતો હતો. આ બધાંન્ો પાસ્તામાં નાંખવા કે બીજું કંઈ કરવાન્ો બદલે માત્ર બ્રેડમાં બોળી બોળીન્ો ખાવાનું જ થયા કરશે એવું લાગતું હતું. અમે તો કદાચ ત્યાં જ ભરપ્ોટ જમવાનું થઈ જાય એટલું ‘ચાખવા’માં જ દબાવી ચૂક્યાં હતાં. અન્ો પછી સામાન ધ્યાનમાં રાખીન્ો ખરીદી ચાલુ થઈ.
ઓલિવ ઓઇલ કઈ રીત્ો બન્ો છે એ તો હવે ઘણી ગ્રીક ટ્રિપ્સ દરમ્યાન જાણવા મળી જ ચૂક્યું હતું, પણ આમ પારંપરિક નાના ગામ સિયાનામાં ઓલિવ ઓઇલ વેચનારાં માજીની જીવનગાથા સાંભળવા મળી ત્ોમાં ટેસ્ટિંગ વધુ સ્વાદિષ્ટ બની ગયું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.